BSE પર શરૂ થયું ખેડૂતો માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ, તાત્કાલિક વેચી શકશો તમારી ખેતીની ઉપજ
કંપનીએ આ ટ્રેડિંગ પ્લેટફોર્મનું નામ બીએસઈ ઇ-એગ્રિકલ્ચરલ માર્કેટ્સ (BEAM) રાખ્યું છે. બીમ કૃષિ પેદાશોના વેચાણ માટે રાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રોનિક સ્પોટ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. જ્યાં ખેડુતો તેમના ઉત્પાદનને ઇલેક્ટ્રોનિક રૂપે રાખશે જેની હરાજી કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરના ખેડુતો હવે પોતાનું ઉત્પાદન બોમ્બે સ્ટોક એક્સચેંજ મારફત સીધી વેચી શકશે. શેરોના ખરીદ વેચાણ માટે જાણિતા આ એક્સચેન્જે ખેડૂતો માટે પણ એક ટ્રેડિંગ પ્લેટફોર્મની શરૂઆત કરી છે. જેના કારણે ઉપજને સમગ્ર દેશમાં ક્યાંય પણ વેચી શકાય છે. આના માધ્યમથી ખેડૂતો ખાતામાં સીધુ ભંડોળ ટ્રાન્સફર થઇ શકશે.
નામ આપ્યું છે BEAM
કંપનીએ આ ટ્રેડિંગ પ્લેટફોર્મનું નામ બીએસઈ ઇ-એગ્રિકલ્ચરલ માર્કેટ્સ (BEAM) રાખ્યું છે. બીમ કૃષિ પેદાશોના વેચાણ માટે રાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રોનિક સ્પોટ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. જ્યાં ખેડુતો તેમના ઉત્પાદનને ઇલેક્ટ્રોનિક રૂપે રાખશે જેની હરાજી કરવામાં આવશે.
કોઈપણ રાજ્યમાં વેચવામાં આવશે પાક
ખેડૂતોને આ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર તેમની ઉપજને રજિસ્ટર્ડ કરવાની રહેશે. ખરીદદારો પણ ઉત્પાદનની ગુણવત્તાના આધારે તેને કિંમત આપી શકશે. ખેડૂતોના નાણા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.
સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી ઘોષણા અનુસાર બીએસઈ રાષ્ટ્રીય સ્તર પર વસ્તુઓના વિતરણનું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે. અહીં સંપૂર્ણ પારદર્શક રીતે વસ્તુઓ ખરીદવામાં આવશે અને તેમાં કોઈ વ્યક્તિગત રુચિ સામેલ થશે નહીં. પેદાશોની ખરીદીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે