Budget 2019: ઇમાનદાર ટેક્સપેયર્સને મોદી સરકાર આપી શકે છે આ મોટી ભેટ
Trending Photos
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 11 વાગે બજેટ રજૂ કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બજેટમાં ઇમાનદારને ટેક્સપેયર્સને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ઇકોનોમિક સર્વેમાં એક ભલામણ કરવામાં આવી છે કે જેના અનુસાર ટેક્સપેયર્સને જો સન્માનિત કરવામાં આવે છે તો ટેક્સ કલેક્શનમાં વધારો થશે. આર્થિક સલાહકારોનું માનવું છે કે જો ઇમાનદાર ટેક્સપેયર્સને વિશેષ સુવિધા આપવામાં આવશે તો લોકોમાં ઉત્સાહ પેદા થશે.
જો શહેરના સૌથી મોટા ટેક્સપેયર્સના નામ પર કોઇ રસ્તાની ગલીનું નામ રાખવામાં આવે છે તો મોટા લોકો વચ્ચે ટેક્સ ચૂકવવાની હોડ શરૂ થઇ જશે. આ ઉપરાંત તેમને એરપોર્ટ પર વિશેષ સુવિધા આપવામાં આવે છે. રેલવે કાઉન્ટર પર તેમના માટે સ્પેશિયલ લાઇનની સુવિધા પણ તેમાં સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ ટોલ પર તેમના માટે અલગ લેન હોઇ શકે છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર આ બજેટમાં આ સ્કીમ લઇને આવી શકે છે, જેમાં રાજ્યના સૌથી મોટા ટેક્સપેયર્સના નામ પર કોઇ હોસ્પિટલ, બિલ્ડિંગ અથવા યૂનિવર્સિટીનું નામ રાખવામાં આવી શકે છે. એ પણ સલાહ આપવામાં આવી છે કે એવા લોકો માટે એક એલીટ ક્લબ બનાવવામાં આવે અને તેમને સામાન્ય લોકોની તુલનામાં વધુ સન્માન અને સુવિધાઓ મળે. તેનાથી લોકોમાં સકારાત્મક સંદેશ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે