ટૂ-વ્હીલર્સ પર આ દિવાળીએ મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, આટલા રૂપિયાનો થઇ શકે છે ફાયદો

તહેવારની સીઝનમાં ટૂ-વ્હીલર કંપનીઓએ ઓફર્સનો વરસાદ કર્યો છે. ટૂ-વ્હીલરની ખરીદી પર તમને 11,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. જો તમે આ દિવાળી પર કોઈ ટૂ-વ્હીલર ખરીદવા ઇચ્છો છો તો તમને જણાવી દઇએ કે, કંઇ કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Updated By: Oct 23, 2020, 01:57 PM IST
ટૂ-વ્હીલર્સ પર આ દિવાળીએ મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, આટલા રૂપિયાનો થઇ શકે છે ફાયદો

નવી દિલ્હી: તહેવારની સીઝનમાં ટૂ-વ્હીલર કંપનીઓએ ઓફર્સનો વરસાદ કર્યો છે. ટૂ-વ્હીલરની ખરીદી પર તમને 11,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. જો તમે આ દિવાળી પર કોઈ ટૂ-વ્હીલર ખરીદવા ઇચ્છો છો તો તમને જણાવી દઇએ કે, કંઇ કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

1. Honda ટૂ-વ્હીલર પર 11,000 સુધીની બચત
ખાસ ફેસ્ટિવલ સીઝન માટે શરૂ કરવામાં આવેલી કંપનીના હોન્ડા સુપર 6 ઓફરમાં 6 અલગ અલગ ઓફર્સ મળી રહી છે. જેના દ્વારા ગ્રાહક કુલ 11,000 રૂપિયા સુધીની મોટી બચત કરી શકે છે. આ ઓફર્સમાં ઓછા વ્યાજ પર ફાઇનાન્સ સ્કીમથી લઇને પહેલા ત્રણ મહિના સુધી EMI પર 50 ટકા સુધીની છૂટ મળી રહી છે. જો તમે હોન્ડાની કોઈ ટૂ-વ્હીલર ખરીદો છો તો તમને 100 ટકા ફાઇનાન્સની સુવિધા મળે છે. હોન્ડા તેમના ગ્રાહકોને 7.99 ટકા વ્યાજ પર લોન આપી રહી છે. પહેલા ત્રણ મહિના માટે EMI પર ગ્રાહકને 50 ટકા સુધી છૂટ પણ મળી રહી છે.

આ પણ વાંચો:- તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ

2. Bajaj ટૂ-વ્હીલર પર ઓફર્સ
આ તહેવારમાં તમે Bajaj Platina 110ને માત્ર 7226 રૂપિયાના ડાઉન્ડ પેમેન્ટ પર ઘરે લાવી શકો છો. Bajajની આ ઓફરથી તમને કુલ 2800 રૂપિયાની બચત થશે. Bajaj Platina 110ના 100ES ડ્રમ વેરિએન્ટની હાલની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 59,904 રૂપિયા છે, પરંતુ આ તહેવાર આ વેરિએન્ટ તમને 58,304 રૂપિયામાં મળશે. જ્યારે તેના ડિસ્ક વેરિએન્ટની કિંમત 62,125 રૂપિયા છે, પરંતુ આ તહેવાર પર વેરિએન્ટ તમને 59,325 રૂપિયામાં મળશે.

આ ઉપરાં તમને Bajajની સૌથી પોપ્યુલર બાઈક્સ 125 સીસીની Bajaj Pulsar Split Seatને ખરીદવા પર તમને 3000 રૂપિયા સુધી બચત થઇ શકે છે. આ માત્ર 8580 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર તમે ઘરે લાવી શકો છો. Bajaj Pulsar મોટરસાયકલના આ વેરિએન્ટની કિંમત હાલ 72,826 રૂપિયા છે પરંતુ ફેસ્ટિવલ સીઝનમાં તેના પર 3000 રૂપિયાના સેવિંગ સાથે 69826 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો:- કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે રાજકીય પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે

Pulsar 125cc Single Seatને ઓફર અંતર્ગત 69174 રૂપિયામાં ખરીદી શકાય છે. હાલ તેની એક્સશોરૂમ કિંમત 71,674 રૂપિયા છે. જો તમે તેનો ડિસ્ક વેરિએન્ટ ખરીદો છો તો તમને તે 74,474 રૂપિયામાં પડશે જ્યારે એક્સ શોરૂમ કિંમત 76474 રૂપિયા છે. બજાજ ઓટો (Bajaj Auto) તરફથી ઓફર આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે, 31 ઓક્ટોબર 2020 સુધી મળશે.

3. Yamahaની બાઇક પર ડિસ્કાઉન્ટ
સ્ટાઈલ, લુક્સ અને ફીચર્સ માટે જાણીતી Yamaha ફેસ્ટિવ સીઝનમાં તેમની તમામ પોપ્યુલર બાઇક્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Yamaha 125cc વાળી ફસિનો 125 FI, રે ZR 125 FI અને રે ZR 125 સ્ટ્રીટ રેલી સ્કૂટર પર ઓફર આપવામાં આવી રહી છે. Yamaha આ સ્કૂટર્સને ખરીદનાર ગ્રાહકોને 5000 રૂપિયા સુધીના ગિફ્ટ વાઉચરની સાથે સાથે 999 રૂપિયાના ડાઉન પેમેન્ટ અને ઓછા વ્યાજ દર પર લોન ઓફર કરી રહી છે.

આ પણ વાંચો:- Gold Rate Today: ફરી ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત

ફસિનો 125 FIની શરૂઆતી કિંમત 70,700 રૂપિયા છે. આ ઓફર આંદ્ર પ્રદેશ, અસમ અને બીજા નોર્થ ઇસ્ટ રાજ્યો માટે છે. આ ઉપરાંત ગુજરાત, કર્નાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશના લોકો પણ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. બાકી રાજ્યોમાં ગ્રાહકોને 5.99 ટાક પર લોન ઓફર કરવામાં આવી રહી છે.

4. Hero Motocorp ટૂ-વ્હીલર પર છૂટ
હીરો મોટોકોર્પ પણ તેમની બાઇક્સ અને સ્કૂટર્સ પર ફેસ્ટિવ ઓફર્સ આપી રહી છે. હીરોના ટૂ-વ્હીલર ખરીદવા પર 7000 રૂપિયા સુધીના કેશ બેનિફિટ્સ મળી શકે છે. આ બેનિફિટમાં ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ટોપ અપ, લોયલ્ટી ટોપ અપ અને કોર્પોરેટ ટોપ ઓપ સામેલ છે. આ સિવાય વધારાના લાભો બોનન્ઝા પણ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:- બાંધકામ કામદારનું મૃત્યુ થાય અથવા કાયમી વિકલાંગતાના કેસમાં મળશે આટલી સહાય

હીરો 6.99 ટકા પર ટૂ-વ્હીલર લોન આપી રહી છે. તમે કોઈપણ ટૂ-વ્હીલર 4999 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર લઇ શકો છો. Xtreme 160R અને XPulse 200 બાઇક્સ પર 7000 રૂપિયા સુધીનો ફેસ્ટિવ કેશ બેનિફિટનો ફાયદો મળી શકે છે. આ બેનિફિટ્સમાં 3000 રૂપિયા સુધી એક્સચેન્જ ટોપ અપ, 2000 રૂપિયા સુધી લોયલટી ટોપ અપ અને 2000 રૂપિયા સુધીના કોર્પોરેટ ટોપ અપ બેનિફિટ્સ સામેલ છે.

હીરોની બીજી બાઇક્સ પર 3100 રૂપિયા સુધી કેસ બેનિફિટ મળી રહ્યું છે. જેમાં 21 રૂપિયા સુધી કેશ ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયા સુધી એક્સચેન્જ ટોપ અપ સામેલ છે. સ્પેલન્ડર પ્લસ, સુરર સ્પેલન્ડર, સ્પેલન્ડર iSmart, HF ડીલક્સ, પેશન પ્રો અને ગ્લેમર પર આ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube