Gold Rate Today: ફરી ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત


સોના અને ચાંદીના ભાવ  (Rate of Gold and Silver)મા આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. 
 

Gold Rate Today: ફરી ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોને કારણે ગુરૂવારે દિલ્હી સોની બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનું 95 રૂપિયાના ઘટાડા સાથે 51,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું હતું. પાછલા સત્રમાં તેનો બંધ ભાવ 51500 રૂપિયા હતો. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. ચાંદી પણ 504 રૂપિયા ઘટીને 63,425 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર આવી ગઈ હતી. પાછલા સત્રમાં તેનો બંધ ભાવ  63,929 રૂપિયા હતો. 

નબળી હાજર બજાર માંગને કારણે કારોબારીઓએ પોતાના સોદામાં ઘટાડો કર્યો જેથી વાયદા બજારમાં ગુરૂવારે સોનાનો ભાવ 0.41 ટકા ઘટીને 51122 રૂપિયા પ્રતિ 10  ગ્રામ રહી ગયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરમાં સોનાનો વાયદા ભાવ 211 રૂપિયા એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે  51,122 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો. આ કરારમાં 14045 લોટ માટે કારોબાર થયો. સોનાની ફેબ્રુઆરી 2021મા ડિલીવરી વાળા કરારની કિંમત 162 રૂપિયાના ઘટાડા સાથે 51224 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ કરારમાં 1652 લોટ માટે કારોબાર થયો હતો. ન્યૂયોર્કમાં સોનું 0.59 ટકાના ઘટાડા સાથે 1918.20 ડોલર પ્રતિ ઔંસ રહી ગયો હતો. 

બાંધકામ કામદારનું મૃત્યુ થાય અથવા કાયમી વિકલાંગતાના કેસમાં મળશે આટલી સહાય

ચાંદીની ચમક ઘટી
નબળી માંગને કારણે વાયદા બજારમાં ગુરૂવારે ચાંદીના ભાવમાં 0.80 ટકાના ઘટાડા નોંધાયો હતો. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ 63119 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરની ડિલીવરીની ચાંદીનો વાયદા ભાવ 510 રૂપિયા એટલે કે 0.80 ટકાના ઘટાડા સાથે 63,119 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આ કરારમાં 16,094 લોટનો કારોબાર થયો હતો. ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 0.95 ટકાના ઘટાડા સાથે 25 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news