ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદો તો છેતરાતા નહીં, આ રીતે ઓળખો અસલી છે કે નકલી

ધનતેરસના (Dhanteras)દિવસોમાં સોના ચાંદીની ભારે માગ હોય છે. હાલમાં બજારમાં 22 કેરેટ એટલે કે 91.6 ટકા શુદ્ધતાની હોલમાર્ક જ્વેલરી (Hallmark jewelry)વેચાઈ રહી છે. જો સ્કીન અને ટાંકામાં 91.6 ટકા શુદ્ધતા જોવા મળે છે તો હોલમાર્ક યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જો તેમાં કોઈ ફરક હોય તો તેનો અર્થ એ છે કે દાગીનામાં ભેળસેળ છે અથવા તે નકલી હોઈ શકે છે.
ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદો તો છેતરાતા નહીં, આ રીતે ઓળખો અસલી છે કે નકલી

Dhanteras 2024: ધનતેરસના (Dhanteras)દિવસોમાં સોના ચાંદીની ભારે માગ હોય છે. હાલમાં બજારમાં 22 કેરેટ એટલે કે 91.6 ટકા શુદ્ધતાની હોલમાર્ક જ્વેલરી (Hallmark jewelry)વેચાઈ રહી છે. જો સ્કીન અને ટાંકામાં 91.6 ટકા શુદ્ધતા જોવા મળે છે તો હોલમાર્ક યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જો તેમાં કોઈ ફરક હોય તો તેનો અર્થ એ છે કે દાગીનામાં ભેળસેળ છે અથવા તે નકલી હોઈ શકે છે.

દિવાળી પર સોના-ચાંદીની (gold and silver) ખરીદીનું વિશેષ મહત્વ છે. લોકો ઘરેણાં, વાસણો અને પૂજાની વસ્તુઓ જેમ કે મૂર્તિઓ વગેરે ખરીદે છે. ધનતેરસમાં જવેલર્સ પાસે લાઈનો લાગે છે. સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે દાગીનામાં ભેળસેળ થવાની સંભાવના સૌથી વધારે વધે છે. જો તમે પણ સોના-ચાંદીની (gold and silver)ખરીદી કરવાના હો તો શુદ્ધતા (check purity) તપાસવી જરૂરી છે. આ ટેસ્ટ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક સેન્ટરમાં સરળતાથી થઈ શકે છે. ગુજરાતભરમાં આ હોલમાર્ક સેન્ટરો છે જ્યાં તમે દાગીના ચેક કરાવી શકો છો.

આ કેન્દ્રો પર તમે માત્ર 50 રૂપિયામાં તમારી જ્વેલરી (jewelry) અથવા કોઈપણ પ્રકારની સોના-ચાંદીની વસ્તુઓની શુદ્ધતા ચકાસી શકો છો. આ પ્રક્રિયા લગભગ 10 મિનિટ લે છે. શુદ્ધતા ચકાસવા માટે બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છેઃ સ્કિન ટેસ્ટ અને મેલ્ટ ટેસ્ટ.

જો સોના-ચાંદીની ખરીદી દરમિયાન દાગીના નકલી અથવા ભેળસેળયુક્ત હોવાનું જણાય તો ગ્રાહકને વળતર મળી શકે છે. BIS નિયમો મુજબ, ગુણવત્તાના અભાવના કિસ્સામાં વેચાણકર્તાએ બમણી રકમ સાથે પરીક્ષણ ફી પરત કરવાની રહેશે. 

ગ્રાહકો BIS મોબાઈલ એપ (BIS mobile app) પર AQID નંબર દાખલ કરીને પણ જ્વેલરીની અધિકૃતતા ચકાસી શકે છે. હોલમાર્કિંગ સંબંધિત તમામ માહિતી BISની સત્તાવાર વેબસાઇટ www.bis.gov.in પર ઉપલબ્ધ છે. જેથી તમે પણ દાગીના ખરીદો તો 50 રૂપિયા વધારે ખર્ચીને દાગીનાની ગુણવત્તા ચકાસી લેજો નહીં તો બાદમાં પસ્તાવાનો વારો આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news