કઈ બેંકમાં છે તમારું ખાતુ? જો આ બેંકમાં Account હોય તો જલસા, FD પર વધ્યા વ્યાજ દર
એચડીએફસી બેંક પોતાના ગ્રાહકો માટે ફરી એકવાર ખુશખબરી લઈને આવી છે. એફડી પર મળતા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. જાણો કોને-કોને મળશે તેનો ફાયદો?
Trending Photos
નવી દિલ્લીઃ એચડીએફસી બેંક પોતાના ગ્રાહકો માટે ફરી એકવાર ખુશખબરી લઈને આવી છે. એફડી પર મળતા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. જાણો કોને-કોને મળશે તેનો ફાયદો? પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી એચડીએફસી બેંકના ગ્રાહકો માટે એકવાર ફરી ખુશખબરી મળી છે. બેંકે ફરીથી ફિક્સ ડિપોઝિટના દરમાં ફેરફાર કર્યો છે. નવા દર 20 એપ્રિલથી લાગૂ પડશે. આ દર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર લાગૂ પડશે.
આ છે નવા વ્યાજ દરો:
બેંકની તરફી સામાન્ય નાગરિકોના સાત થી 29 દિવસની એફડી પર અઢી ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય 30 થી 90 દિવસની એફડી પર 3 ટકા વ્યાજ મળી રહ્યું છે. નવા ફેરફારો બાદ એચડીએફસીની તરફથી 91 દિવસથી 6 મહિનાના એફડી પર 3.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
વધુમાં વધુ આટલું વ્યાજ:
બેંકની વેબસાઈટના અનુસાર એક વર્ષ એક દિવસથી બે વર્ષ સુધીમાં મેચ્યોર થતી એફડી પર 5.10 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બે વર્ષ એક દિવસથી ત્રણ વર્ષ વાળી એફડી પર 5.20 ટકા વ્યાજ દર છે તો ત્રણ વર્ષ એક દિવસથી પાંચ વર્ષ સુધીની એફડી પર 5.45 ટકા વ્યાજ મળે છે. પાંચ વર્ષ એક દિવસથી દસ વર્ષ સુધીની એફડી પર 5.60 ટકા વ્યાજ દર છે.
નવા વ્યાજદર આટલા:
7 થી 14 દિવસ : 2.50%
15 થી 29 દિવસ : 2.50%
30 થી 45 દિવસ : 3%
61 થી 90 દિવસ : 3%
91 દિવસ થી 6 મહિના : 3.5%
6 મહિના 1 દિવસ થી 9 મહિના સુધી : 4.4%
9 મહિના 1 દિવસ થી 1 વર્ષ સુધી : 4.40%
1 વર્ષ 1 દિવસ થી 2 વર્ષ સુધી : 5.10%
2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ સુધી : 5.20%
3 વર્ષ 1 દિવસ સુધી 5 વર્ષ : 5.45%
5 વર્ષ 1 દિવસ થી 10 વર્ષ સુધી : 5.60%
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે