શેર ખરીદતા પહેલાં આ ચાર વાતોનું રાખો ધ્યાન, નહીં તો લાખના બાર હજાર થતાં નહીં લાગે વાર

Stock Market: શેરબજારમાં રોકાણ કરતી વખતે હંમેશા લાંબા ગાળાના પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખો. શેરબજારમાં હંમેશા લાંબા સમય સુધી રોકાણ કરો અને તે મુજબ કંપનીઓના શેર ખરીદો.

શેર ખરીદતા પહેલાં આ ચાર વાતોનું રાખો ધ્યાન, નહીં તો લાખના બાર હજાર થતાં નહીં લાગે વાર

Share Market Investment: શેર માર્કેટમાં રોકાણ કરીને રોકાણકારો લાખો કરોડો રૂપિયા કમાય છે. થોડા જ સમયમાં રોકાણકારો સારા એવા રૂપિયા બનાવી લે છે. પણ આ માત્ર સિકકાનું એક જ પાસું છે. રોકાણ કરતા પહેલાં તમને શેરબજારનું પુરે પુરું નોલેજ હોવું ખુબ જ જરૂરી છે. નહીં તો લાખના બાર હજાર થતા વાર નહીં લાગે. શેર માર્કેટમાં રોકાણ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે. આની સાથે જ શેરબજારમાં નુકશાન થવાની ઘણી શક્યતાઓ છે. આવી સ્થિતિમાં, શેરબજારમાં રોકાણ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ. ઉપરાંત, કંપનીના શેરની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. જો તમે શેરબજારમાં રોકાણ કરવા જઈ રહ્યા છો, તો કોઈપણ કંપનીના શેર પસંદ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, તો જ શેરની પસંદગી કરવી જોઈએ. આવો જાણીએ તેના વિશે...

ઓછી કિંમતે ખરીદો ઊંચામાં વેચો-
કંપનીના શેર ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે ઉતાવળમાં શેર ખરીદવાનું ટાળો. જ્યારે પણ તમે રોકાણના સંદર્ભમાં કોઈ કંપનીના શેર ખરીદો, ત્યારે તે શેરને પસંદ કરો જ્યારે તેમાં ઘટાડો જોવા મળે. ઉપરાંત, કોઈપણ શેરની કિંમતનું મૂલ્યાંકન કરો કે તમે તે શેર વાજબી ભાવે ખરીદો છો કે નહીં. બીજી તરફ, જ્યારે પણ શેર વેચવાની વાત આવે ત્યારે તેને ઊંચા ભાવે વેચો. ઘટાડા સમયે, શેર ખરીદવા અને ઊંચા ભાવે વેચવાથી નફો મળે છે.

કંપનીનો ઈતિહાસ અને નફો તપાસો-
જ્યારે પણ તમે કોઈ કંપનીના શેર ખરીદવાનો વિચાર કરો, તો તે કંપનીનો ઈતિહાસ અને નફો ચોક્કસ જુઓ. તેનાથી તમને ખ્યાલ આવશે કે કંપની રોકાણ કરવા યોગ્ય છે કે નહીં. કંપનીમાં હંમેશા રોકાણ ત્યારે જ કરો જ્યારે તેનો ઈતિહાસ અને નફો હકારાત્મક હોય.

લક્ષ્ય નક્કી કરો-
ધ્યાનમાં રાખો કે તમે કંપનીમાં કેટલો સમય રોકાણ કરી શકો છો અથવા કિંમત પર પહોંચ્યા પછી તમે કંપનીના શેર કેટલા વેચશો. તમારે ટાર્ગેટ નક્કી કર્યા પછી કંપનીના શેર ખરીદવા પડશે, તો જ રોકાણમાં સારું વળતર મેળવી શકાય છે.

લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવો-
સ્ટોક માર્કેટમાં રોકાણ કરતી વખતે હંમેશા લોંગ ટર્મ પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખો. શેરબજારમાં હંમેશા લાંબા સમય સુધી રોકાણ કરો અને તે મુજબ કંપનીઓના શેર ખરીદો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news