મુકેશભાઈની લાડલીને બનવું હતું શિક્ષક પણ પપ્પાએ સોંપ્યું બીજું કામ! જાણો ઈશા અંબાણીનો રિલાયન્સમાં શું હશે રોલ

બાળપણથી જ ઈશા અંબાણીનું શિક્ષક બનવાનું સપનું હતું. પણ હવે પિતા તરફથી સોંપવામાં આવી રહી છે ખુબ જ મોટી જવાબદારી...મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીનું નામ ફરી ચર્ચામાં છે. કેમ કે ભારતના સૌથી મોટા બિઝનેસ કુટુંબમાંથી આવતી ઈશા અંબાણીને હવે મોટી જવાબદારી મળવાની છે.

મુકેશભાઈની લાડલીને બનવું હતું શિક્ષક પણ પપ્પાએ સોંપ્યું બીજું કામ! જાણો ઈશા અંબાણીનો રિલાયન્સમાં શું હશે રોલ

મુંબઈ: મુકેશ અંબાણીનું નામ સામે આવે એટલે રિલાયન્સ રિટેઈલ, રિલાયન્સ લાઈફ સાયન્સીસ, રિલાયન્સ જીયો ઈન્ફોકોમ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, નેટવર્ક-18, ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ જેવી કંપનીઓ સામે તરી આવે. આ તમામ કંપનીઓના માલિક છે મુકેશ અંબાણી. હવે મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ઉત્તરાધિકારની પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે. જેમાં તેમણે પોતાના મોટા પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સ જિયોની કમાન સોંપી દીધી છે. અને હવે ચર્ચા છે કે ઈશા અંબાણીને રિલાયન્સના રિટેલ વેન્ચરની કમાન સોંપવામાં આવી શકે છે. જ્યારે મુકેશ અંબાણી પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ચાલુ રહી શકે છે.

ઈશા અંબાણીની કારકિર્દી:
ઈશા અંબાણીનો જન્મ મુકેશ અંબાણીના પરિવારમાં 23 ઓક્ટોબર 1991માં થયો. તેણે શરૂઆતનો અભ્યાસ મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કર્યો. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ચાલી ગઈ. અમેરિકામાં ઈશાએ યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું. તેના પછી તેણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું. ઈશા અંબાણીને પિયાનો વગાડવો અને ફૂટબોલ રમવાનો શોખ છે.

ઈશાના કાફલામાં કઈ-કઈ કાર છે:
1. રેન્જ રોવર
2. પોર્શ
3. મર્સિડિઝ બેન્ઝ
4. મિની કૂપર
5. બેન્ટલે

કોની સાથે લગ્ન કર્યા છે ઈશાએ:
વર્ષ 2015માં ઈશાએ મુંબઈમાં 52.8 કરોડ રૂપિયાનું એક આલિશાન ઘર ખરીદ્યું હતું. જ્યાં તે પોતાના પતિ આનંદ પિરામલની સાથે રહે છે. પિરામલ સમૂહના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર આનંદ પિરામલ બિઝનેસ ટાયકૂન અજય પિરામલના પુત્ર છે. બંનેના લગ્નમાં દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ આવી હતી. બોલીવુડથી લઈને રમત જગતના દિગ્ગજ સિવાય રાજનેતાઓની લાંબી લાઈન લાગી હતી. ત્યાં સુધી કે અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ હિલેરી ક્લિન્ટન પણ બંનેના લગ્નમાં સામેલ થયા હતા.

મુકેશ અંબાણીના પરિવારમાં કોણ-કોણ છે:
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં એકમાત્ર દીકરી ઈશા છે. જ્યારે આકાશ અને અનંત અંબાણી નામના બે પુત્ર છે. નેટવર્થની વાત કરીએ તો ફોર્બ્સે 2018માં ઈશા અંબાણીની સંપત્તિ 70 મિલિયન ડોલર આંકી હતી. રિલાયન્સ સમૂહમાં પોતાના પિતાની મદદ કરતાં પહેલાં ઈશાએ થોડોક સમય નોકરી પણ કરી હતી. તેણે ન્યૂયોર્કમાં થોડાક સમય માટે McKinsey & Companyમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. માત્ર 23 વર્ષની ઉંમરમાં ઈશાએ રિલાયન્સનો બિઝનેસ સંભાળવામાં પિતાનો સાથ આપવાનું શરૂ કરી દીધું હતું. તેને ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં જગ્યા આપવામાં આવી હતી.

કઈ રીતે કંપનીને સફળતા અપાવી:
રિલાયન્સનો બિઝનેસ સંભાળ્યા પછી ઈશા અંબાણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેણે ઝડપથી પ્રગતિ અને રિલાયન્સ સમૂહના બોર્ડમાં તેનું કદ વધતું ગયું. કંપની સાથે જોડાયાના એક વર્ષ પછી એટલે કે 2015માં એશિયાની 12 સૌથી પાવરફુલ અપકમિંગ બિઝનેસ વુમનની યાદીમાં જગ્યા મળી ગઈ. ડિસેમ્બર 2015માં જ્યારે જિયોની 4જી સેવા લોન્ચ થઈ હતી. ત્યારે તેનું નેતૃત્વ ઈશા અંબાણીએ જ કર્યુ હતું. રિલાયન્સ જિયો જ તેનો પહેલો મોટો પ્રોજેક્ટ છે. તેના પછી તે રિલાયન્સના રિટેલ બિઝનેસ પર ફોકસ કરવા લાગી.

ઈશા અંબાણી પર મોટી જવાબદારી:
ઈશા અંબાણીની દેખરેખમાં જ એપ્રિલ 2016માં AJIOનું લોન્ચિંગ કર્યુ. જે રિલાયન્સ સમૂહનું મલ્ટી બ્રાન્ડ ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. અને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ વસ્ત્રો વેચે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામની પાછળની પણ ઈશા અંબાણીનું જ મગજ છે. આ પ્રોગ્રામ ગ્રામીણ ભારતના શિક્ષકોને સંસાધન પૂરા પાડે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આજે ભલે ઈશાના હાથમાં મોટા કોર્પોરેટની કમાન છે. પરંતુ ઘણા સમય સુધી તેનું સપનું શિક્ષક બનવાનું હતું. જોકે હવે તેની ઉપર પોતાના પિતા મુકેશ અંબાણીની વિરાસતને આગળ લઈ જવાની મોટી જવાબદારી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news