રેલવે સાથે જોડાઓ અને શરૂ કરો પોતાનો બિઝનેસ, પહેલા જ દિવસથી થશે મસ્ત કમાણી

IRCTCથી ટિકિટ બુક કરાવતી વખતે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે બુકિંગ સાથે કમાણી પણ થઈ શકે છે.

રેલવે સાથે જોડાઓ અને શરૂ કરો પોતાનો બિઝનેસ, પહેલા જ દિવસથી થશે મસ્ત કમાણી

નવી દિલ્હી: IRCTCથી ટિકિટ બુક કરાવતી વખતે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે બુકિંગ સાથે કમાણી પણ થઈ શકે છે. હવે રેલવે તમને આ તક આપે છે. રેલવે સાથે જોડાઈને તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. બસ તમારે રેલવેની ટિકિટો વેચવાની રહેશે. ટિકિટ વેચીને તમે સારી  કમાણી કરી શકો છો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) રેલ સર્વિસ એજન્ટ (આરટીએસએ)ની નિયુક્તિ કરી રહ્યું છે. આ એજન્ટ્સ પોતાના શહેરમાં ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ કરી શકે છે. તેના બદલામાં તેમને આકર્ષક કમિશન આપવામાં આવે છે. આ માટે અરજી કરવાની રીત એકદમ સરળ છે.  અહીં જણાવ્યાં  પ્રમાણે સ્ટેપ્સ ફોલો  કરો. સમગ્ર પ્રોસેસની જાણકારી આપી રહ્યાં છીએ.

આરટીએસએ એજન્ટ એટલે કોણ?
દરેક શહેરમાં IRCTCના કેટલાક અધિકૃત એજન્ટ નિયુક્ત કરવામાં આવે છે. આ એજન્ટસ પોતાના શહેરથી આઈઆરસીટીસીની વેબસાઈટ પર લોગઈન કરીને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકે છે. આ માટે તેમને અલગ આઈડી આપવામાં આવે છે. ટિકિટ બુકિંગના બદલામાં તેમને કમિશન આપવામાં આવે છે.

કેટલો ખર્ચ થાય?
રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટ બનવા માટે તમારે પહેલીવારમાં ફક્ત 20000 રૂપિયા જમા કરાવવા પડશે. જેમાં 10000 રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરાશે. જે રિફન્ડેબલ રહેશે. 20,000 રૂપિયાનો IRCTCના નામ પર ડ્રાફ્ટ બનાવવાનો રહેશે. એજન્ટ રિન્યુઅલ તરીકે દર વર્ષે 5000 રૂપિયા આપવાના રહેશે.

કેવી રીતે કરશો અરજી?
રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટ બનવા માટે ક્લાસ પર્સનલ ડિજિટલ સર્ટિફિકેટ લેવું પડશે. આ સર્ટિફિકેટ કોઈ પણ ઈન્ડિયન સર્ટિફાઈંગ ઓથોરિટી પાસેથી મળી જશે.

કેટલું મળશે કમિશન?
IRCTCના એજન્ટ્સના કમિશન રેટ નક્કી કરેલા છે. રેલ ટ્રાવેલ સર્વિસ એજન્સી તરીકે કમિશન મેળવી શકાય છે. ટિકિટ બુકિંગ દરમિયાન તમે સ્લિપર ક્લાસની ટિકિટ પર વધુમાં વધુ 30 રૂપિયા અને એસી ટિકિટ પર વધુમાં વધુ 60 રૂપિયા પ્રતિ ટિકિટ કસ્ટમર્સ પાસેથી વસૂલી શકો છો. જે ટિકિટની કિંમતથી એક્સ્ટ્રા ચાર્જ રહેશે. તેમાં સર્વિસ ટેક્સ અલગ રહેશે.

એજન્ટ બનવા માટે કેવી રીતે કરશો એપ્લાય?

  • રેલવેના અધિકૃત એજન્ટ બનવા માટે તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ પર એગ્રિમેન્ટ કરાવવાનો રહેશે.
  • IRCTCના નામ પર 20,000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરાવવાનો રહેશે.
  • IRCTCના રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને તેની કોપી લગાવવી પડશે.
  • ક્લાસ થર્ડ પર્સનલ ડિજિટલ સર્ટિફિકેટ પણ  લેવું પડશે.
  • સંબંધિત ઝોનલ રેલવેથી લેટર લેવો પડશે.
  • પાનકાર્ડ, છેલ્લા વર્ષોના ઈન્કમ ટેક્સ રિટર્ન, એડ્રસ પ્રુફ આપવાના રહેશે.
  • રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news