NDDBની ઈ-માર્કેટ મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ, ખેડૂતોને મળશે રિયલ ટાઈમ માહિતી
મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરતાં રથે જણાવ્યું કે ભારત સરકાર ડીજીટલ ઈન્ડીયાને સાકાર કરવા પ્રયાસ કરી રહી છે જેમાં ખેડૂતોની માલિકીની સંસ્થાઓનુ રિયલ ટાઈમ માહિતી વડે બજાર સાથે જોડીને સશક્તિકરણ કરવામાં આવશે. ભારત સરકારના ડીજીટલ ઈન્ડીયાના સપના અનુસાર એનસીડીએફઆઈએ પારદર્શક વ્યવહારો માટે એન્ડ્રોઈડ આધારિત ઈ-માર્કેટ એપ્લીકેશન બહાર પાડી છે.
Trending Photos
આણંદ: એનડીડીબીના ચેરમેન દિલીપ રથના હસ્તે નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડનીની ઈ-માર્કેટ મોબાઈલ એપલિકેશનનો ડો. કુરિયન ઓડિટોરિયમ, આણંદ ખાતે તા. 31 જાન્યુઆરી, 2019ના રોજ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે એનસીડીએફઆઈના ચેરમેન મંગલ જીત રાય, છત્તીસગઢ સ્ટેટ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશનના ચેરમેન રસિક પરમાર અને અન્ય ડેરી ફેડરેશનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરતાં રથે જણાવ્યું કે ભારત સરકાર ડીજીટલ ઈન્ડીયાને સાકાર કરવા પ્રયાસ કરી રહી છે જેમાં ખેડૂતોની માલિકીની સંસ્થાઓનુ રિયલ ટાઈમ માહિતી વડે બજાર સાથે જોડીને સશક્તિકરણ કરવામાં આવશે. ભારત સરકારના ડીજીટલ ઈન્ડીયાના સપના અનુસાર એનસીડીએફઆઈએ પારદર્શક વ્યવહારો માટે એન્ડ્રોઈડ આધારિત ઈ-માર્કેટ એપ્લીકેશન બહાર પાડી છે. એનડીડીબીના માર્ગદર્શન સાથે એનસીડીએફઆઈએ ડેરીની ચીજોના વેચાણ માટે 'એનસીડીએફઆઈ ઈ-માર્કેટ' ઈ-પોર્ટલ શરૂ કર્યું છે. આ ઓનલાઈન માર્કેટપ્લેસ દેશભરમાં ડેરી સહકારી સંસ્થાઓને જરૂરૂ વિવિધ પ્રોડકટસની જથ્થાબંધ ખરીદીના અને વેચાણના વ્યવહારો કરે છે.
હાલમાં આ પોર્ટલ મારફતે જે પ્રોડકટસનાં વેચાણ થઈ રહ્યાં છે તેમાં ડેરીની ચીજો, કેટલફીડની સામગ્રી, પેકેજીંગ મટિરિયલ્સ, ખાધ્યતેલો, ખાંડ વગેરેનો સમાવેશ થાય છે. ઓનલાઈન માર્કેટ પ્લેસ ખરીદનાર અને વેચનાર બંને માટે ચોકકસ સમયે ઉત્તમ કીંમત ઓફર કરે છે. હાલમાં જે પ્રોડકટસનાં વેચાણ થઈ રહ્યાં છે તેનુ ટર્નઓવર રૂ. 1000 કરોડ જેટલુ છે. એનસીડીએફઆઈ ઈ-માર્કેટ એપ્લિકેશન વડે વાપરનાર ઓકશનની નોટિસો, ઓકશનનાં પરિણામો વગેરે કસ્ટમાઈઝ ઓકશન માહિતીથી માહિતગાર રહે છે.
નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એનસીડીએફઆઈ) એ ડેરી સહકારી સંસ્થાઓની મધ્યસ્થ સંસ્થા છે, જે ડેરી ઉદ્યોગના કામકાજને પ્રોત્સાહન, સંકલન, વિકાસ અને સુવિધા પૂરી પાડવાની કામગીરી બજાવે છે. તેના સભ્યોમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ફેડરલ ડેરી સહકારી સંસ્થાઓ, એનસીડીએફઆઈની મહત્વની પ્રવૃત્તિઓમાં સભ્ય સંસ્થાઓની સંરક્ષણ મંત્રાલય અને અને પેરા-મિલીટ્રી સંસ્થાઓને દૂધ અને દૂધની પ્રોડકટસના વેચાણનું સંકલનનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે