નારાજ અલ્પેશ ઠાકોરને હવે મનાવવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ
નારાજ નેતા અલ્પેશ ઠાકોરની સીએમ રૂપાણી સાથે બાયડના ધારાસભ્ય સાથે થયેલી મુલાકાત બાદ અલ્પેશને મનાવવા માટે દિલ્હીનું તેડું આવ્યું છે.
Trending Photos
હિતેન વિઠલાણી/ગાંધીનગર : ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. જેને કારણે રાજકીય બેડામાં અલ્પેશના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. પણ હવે લાંબા સમયથી કોંગ્રેસે અલ્પેશને ટાળ્યા બાદ હવે તેમને મનાવવાના પ્રયાસો કરવા પડી રહ્યા છે. નારાજ નેતા અલ્પેશ ઠાકોરની સીએમ રૂપાણી સાથે બાયડના ધારાસભ્ય સાથે થયેલી મુલાકાત બાદ અલ્પેશને મનાવવા માટે દિલ્હીનું તેડું આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશને મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. પોણા ત્રણ કલાક ચાલેલી બેઠક પુર્ણ થયા બાદ તમામ નેતાઓ કેમેરામાં ઝડપાયા હતા. જોકે આ બેઠક બદલ કઈપણ બોલવાનું ટાળ્યું હતું અને જણાવ્યું કે, અમે લડવાની તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતનો હેતુ અલ્પેશની એકતા યાત્રા દરમિયાન પોલીસે ખોટી હેરાનગતિ મામલે ફરિયાદ કરતી હોવાનો જણાવ્યો હતો. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી હતી. સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે લગભગ અડધી કલાક સુધી ચર્ચા ચાલી હતી. પરંતુ બંધબારણે થયેલી આ મીટિંગ અલ્પેશના ભાજપના જોડાવા મામલે થઈ હોવાની વાત ઉઠી હતી.
ઠોકાર સેનાનો અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પક્ષ સાથેની નારાજગી કોઈનાથી છુપી નથી. તાજેતરમાં જ તેઓ પક્ષના નારાજ નેતાઓ સાથે બેઠકમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ, તેઓ કોંગ્રેસની કારોબારી બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે