Gold Silver Price: જન્માષ્ટમીના બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જલ્દી જાણો નવી કિંમત

Gold-Silver: આજે 24 કેરેટ સોનું સોમવારના બંધ ભાવના મુકાબલે 178 રૂપિયા સસ્તું થઈ 71864 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદી 52 રૂપિયા સસ્તી થઈ 86139 રૂપિયા પર ખુલી હતી. 
 

Gold Silver Price: જન્માષ્ટમીના બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જલ્દી જાણો નવી કિંમત

Gold Silver Price 27 Aug: સોની બજારોમાં મંગળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આઈબીજેએના રેટ પ્રમાણે આજે 24 કેરેટ સોનું સોમવારના બંધ રેટના મુકાબલે 178 રૂપિયા સસ્તું થઈને 71864 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદી 52 રૂપિયા સસ્તી થઈ 86139 રૂપિયા પર ખુલી હતી. સોના-ચાંદીના રેટ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવે છે. આ રેટ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગેલો નથી. બની શકે કે તમારા શહેરમાં સોના-ચાંદી 1000 રૂપિયાથી 2000 રૂપિયા મોંઘા મળી રહ્યાં હોય.

IBJA દિવસમાં બે વખત બપોરે અને સાંજે ગોલ્ડના રેટ જાહેર કરે છે. આ રેટ નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી વિવિધ અધિસૂચનાઓ અનુસાર સોવરેન અને બોન્ડ જારી કરવા માટે બેંચમાર્ક દર છે. IBJA ના 29 રાજ્યોમાં કાર્યાલય છે અને તે બધા સરકારી સંસ્થાઓનો ભાગ છે.

બીજીતરફ એક રિપોર્ટ અનુસાર દિલ્હી સોની બજારમાં આજે સોનાનો ભાવ 74203 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. સોમવારે તેની કિંમત 72466 રૂપિયા હતી. તો દિલ્હીમાં ચાંદીનો ભાવ 86450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. સોમવારે ચાંદીનો ભાવ 84240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

મુંબઈ સોની બજારમાં આજે સોનાનો ભાવ 74131 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે સોમવારે સોનાની કિંમત 73393 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. બીજીતરફ મુંબઈમાં આજે ચાંદીનો ભાવ 86450 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે સોમવારે ચાંદીની કિંમત 84240 રૂપિયા પ્રતિ કિલો હતી. 

કોલકત્તા સોની બજારમાં આજે સોનાનો ભાવ 73483 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોમવારે તે ભાવ 73322 રૂપિયા હતો. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 74140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news