Corona Vaccine લેવા માટે કરશો આ કામ તો પડી શકે છે ભારે! રિજેક્ટ થઈ શકે છે ઇન્શ્યોરન્સ ક્લેમ
સરકારે હવે 60 વર્ષથી ઉપરના લોકો માટે પણ કોરોના વેક્સીનેશન અભિયાનના (Vaccination Campaign) દરવાજા ખોલ્યા છે. સાથે જ 45 થી 60 વર્ષની ઉંમરના લોકો પણ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવી શકે છે
Trending Photos
નવી દિલ્હી: Corona Vaccination: સરકારે હવે 60 વર્ષથી ઉપરના લોકો માટે પણ કોરોના વેક્સીનેશન અભિયાનના (Vaccination Campaign) દરવાજા ખોલ્યા છે. સાથે જ 45 થી 60 વર્ષની ઉંમરના લોકો પણ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવી શકે છે. કોરોના વેક્સીન લગાવનારા લોકો માટે સરકારે કો-મોર્બિડિટી બીમારીનું (Comorbidity Disease) એક લિસ્ટ જારી કર્યું છે. જો તમેમાંથી કોઈપણ બીમારી વ્યક્તિને છે તો તેઓ સર્ટિફિકેટ બનાવી કોરોના વેક્સીન લગાવી શકે છે.
ખોટા સર્ટિફિકેટથી વેક્સીન ડોઝ ના લેતા
કેટલાક કેસ એવા પણ જોવા મળ્યા છે કે લોકો ખોટા સર્ટિફિકેટ (Certificate) બનાવી કોરોના વેક્સીન લઇ રહ્યા છે. જેમાં તેઓ તે બીમારીઓથી (Illness) પોતાને બીમાર બતાવી રહ્યા છે જે તેમને નથી. જો તમે પણ આ કામ કરી રહ્યા છો, તો તાત્કાલીક સાવચેત થઈ જાઓ. તેના પરિણામો ઘણા ભારે પડી શકે છે.
વીમા કંપની ક્લેમ કરી શકે છે રિજેક્ટ
જો તમે ખોટા સર્ટિફિકેટ (Certificate) દેખાડી વેક્સનીનો ડોઝ (Corona Vaccine) લઈ રહ્યા છે. તો આગળ જઈ તમારી વીમા કંપની (Insurance Company) તેના પર વાંધો ઉઠાવી શકે છે. તે તમારો ઇન્શ્યોરન્સ ક્લેમ (Insurance claim) રિજેક્ટ કરી શકે છે અથવા પ્રીમિયમ વધારી શકે છે. કારણ કે જ્યારે તમે પોલિસી લીધી છે, ત્યારે તમે જણાવ્યું હશે કે, તમને તે બીમારીઓ નથી જે કો-મોર્બિડિટીમાં (Comorbidity Disease) તમે જણાવી છે.
પ્રીમિયમ વધારી શકે છે વીમા કંપની
વીમા કંપની આને પ્રી-એગ્ઝિસ્ટિંગ બીમારી માનશે અને તરત જ તમારું પ્રીમિયમ વધારી શકે છે, પછી તમારા ખિસ્સા પર વધારાના પ્રીમિયમનો ભાર પડી શકે છે. વીમા કંપની માટે National Digital Health Mission (NDHM) દ્વારા દર્દીઓની માહિતી એકત્રિત કરવી એ મોટી વાત નથી. અર્થ, તમે કોરોના રસી માટે ખોટું પ્રમાણપત્ર બનાવીને છટકી શકતા નથી. વીમા કંપનીઓ કેવાયસી ડેટા દ્વારા તમારી બીમારી અથવા આરોગ્ય વિશેની માહિતી પણ મેળવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે