Stock market crash: કોરોના મહામારી વચ્ચે ચીન પર ટ્રમ્પના હુમલાથી શેરબજારમાં ભંગાણ, સેન્સેક્ટમાં 2000 પોઈન્ટનો ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની માથે કોરોના વાયરસ મહામારી ફેલાવવાનું ઠીકરુ ફોડવા તથા દેશમાં લૉકડાઉનનો સમયગાળો વધારવાને કારણે સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો નોઁધાયો હતો.
Trending Photos
મુંબઈઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે અમેરિકા તથા ચીન વચ્ચે તણાવ ( US China Tension) વધવાથી કારોબારી સત્તના પ્રથમ દિવસે સોમવારે શેર બજાર (Stock market)મા મોટો ઘટાડો નોંધાયો હતો. બીએસએનો સેન્સેક્સ 2002.27 પોઈન્ટ (5.94%) ઘટીને 31,715.35 પર બંધ થયો, તો નિફ્ટી 566.40 પોઈન્ટ (5.74%)ના ઘટાડા સાથે 9,293.50 પર બંધ થયો હતો.
દિવર દરમિયાન સેન્સેક્સે 32748.14ના ઉચ્ચ સ્તર તથા 31,632.02ના નિચલા સ્તરે કારોબાર કર્યો તો નિફ્ટીએ 9,533.50ની ઉચ્ચ સપાટી અને 9,266.95ન નિચલી સપાટી પર કારોબાર કર્યો હતો. બીએસઈ પર માત્ર બે કંપનીઓના શેર લીલા કલરમાં રહ્યા તો બાકી 28 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. તો એનએસઈ પર ત્રણ કંપનીના શેરમાં લેવાલી તો 47 કંપનીઓના શેરમાં બિકાવલી જોવા મળી હતી.
આ શેરોમાં તેજી
બીએસઈ પર ભારતીય એરટેલના શેરોમાં 3.49 ટકા તથા સન ફાર્મામાં 0.04 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એનએસઈ પર સિપ્લાના શેરમાં 3.71 ટકા, ભારતી એરટેલમાં 3.24 ટકા તથા સન ફાર્માના શેરમાં 0.33 ટકાની મજબૂતી જોવા મળી હતી.
ફેસબુક બાદ જીયોએ કરી વધુ એક મોટી ડીલ, અમેરિકાની સિલ્વર લેક ફર્મ સાથે કર્યો કરાર
આ શેરોમાં ઘટાડો
બીએસઈ પર આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં સર્વાધિક 10.96 ટકા, બજાર ફાયનાન્સમાં 10.21 ટકા, એચડીએફસીમાં 10.08 ટકા, ઇન્ડસઇન્ડ બેન્કમાં 9.58 ટકા તથા એક્સિસ બેન્કમાં 9.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો એનએસઈ પર હિંડાલ્ફોના શેરોમાં સર્વાધિક 10.68 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં 10.56 ટકા, વેદાંતા લિમિટેડમાં 10.44 ટકા, બજાજ ફાયનાન્સમાં 9.99 ટકા તથા એચડીએફસીમાં 9.98 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે