અર્થવ્યવસ્થાને લગતા સારા સમાચાર, Lockdown છતાં ભારતનો વિકાસ દર ઝીરો ન થઇ શકે, આ છે કારણ

વિકાસ દરની સીધી અસર આપણી નોકરીઓ પર પડી શકે છે. રોજગાર પર પડી શકે છે. એટલા માટે વિકાસ દર વિશે કોઇપણ સારા સમાચાર આપણા બધા માટે સારા સમાચાર છે. તો તમારા માટે એક સમાચાર છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્વના અનુસાર બીજા દેશોના વિકાસ દર જ્યાં ઝીરો પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.

અર્થવ્યવસ્થાને લગતા સારા સમાચાર, Lockdown છતાં ભારતનો વિકાસ દર ઝીરો ન થઇ શકે, આ છે કારણ

નવી દિલ્હી: વિકાસ દરની સીધી અસર આપણી નોકરીઓ પર પડી શકે છે. રોજગાર પર પડી શકે છે. એટલા માટે વિકાસ દર વિશે કોઇપણ સારા સમાચાર આપણા બધા માટે સારા સમાચાર છે. તો તમારા માટે એક સમાચાર છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્વના અનુસાર બીજા દેશોના વિકાસ દર જ્યાં ઝીરો પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. ભારતનો વિકાસ દર ઝીરો ન થઇ શકે, કારણ કે એકલા કૃષિ ક્ષેત્ર જ 0.5 ટકાથી વધુના વિકાસ દરનું યોગદાન GDP માં કરશે.  

કોરોના લોકડાઉન છતાં કૃષિ ક્ષેત્ર ખૂબ સારું પરફોર્મ કરશે અને ફક્ત અને ફક્ત કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3% ટકા રહેશે, જ્યારે ગત વર્ષે આ 3.7% રહ્યો છે. સારી વાત એ પણ છે કે મોનસૂન સામાન્ય રહેશે અને આ આપણા વિકાસ દરને સપોર્ટ કરશે. રમેશચંદ્વના અનુસાર દેશમાં પાક માટે ભરપૂર પાણી છે, રિઝરવોયર ગત વખતથી 40થી 60% વધુ ભરેલા છે. 

આ વખતે ફર્ટિલાઇઝર મંત્રાલયના ડેટા અનુસાર ફર્ટિલાઇઝરની ખપત પણ ખુબ સારી રહી છે. એપ્રિલ મહિનામાં 13.5 લાખ ટન ફર્ટિલાઇઝર ખેડૂતોની પાસે જઇ રહી છે, ક્વોલિટીવાળા નબીજની ખપત પણ ગત કરતાં 20% વધુ છે. તો બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના અનુસાર આ વર્ષે પણ અનાજના ઉત્પાદનમાં કોઇ ઘટાડો થશે નહી, આ ગત વર્ષે 29.19 કરોડથી વધુ હશે. 

કૃષિ મંત્રીએ એ પણ કહ્યું કે જ્યાં તમામ ક્ષેત્ર કોરોનાથી પ્રભાવિત થયા છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્ર ખુલ્લુ છે, કાપણી, વાવણીનું કામ પણ થઇ રહ્યું છે. લોકડાઉન છતાં પણ 57.07 હેક્ટરમાં ઉનાળુ પાકની વાવણી થઇ છે. ખેડૂતો ઉપરાંત કૃષિ શ્રમિકોને પણ રોજગાર મળી રહ્યો છે. 

મનરેગાના હેઠળ 264 કામમાંથી 162 કામ કૃષિ કાર્યો થઇ રહ્યા છે. શ્રમિકોની કોઇ અછત નથી. લોકડાઉનમાં રેલ મંત્રાલય 60 રેલ 67 માર્ગ પર ચાલી રહ્યા છે આ ટ્રેનોના સંચાલન ઠીક તે પ્રકારે થઇ રહ્યું છે જેમ સવારી ગાડીઓનું થાય છે. 

કૃષિ મંત્રીના અનુસાર E-nam હેઠળ ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે છે અત્યારે ઇનામ 585 માર્કેટ ચાલી રહ્યા છે અને તેનાથી એક લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. તો બીજી તરફ આગામી મહિને 685 માર્કેટ સાથે જોડાઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news