આજે RBIની ક્રેડિટ પોલીસી થશે જાહેરાત, હોમ-કાર લોન થશે વધુ સસ્તી?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI)ની ક્રેડિટ પોલિસી (Credit Policy) આજે (5 ડિસેમ્બર)ના રોજ આવશે. બપોરે 12 વાગે આરબીઆઇ પ્રેસ કોંફરન્સ કરી વ્યાજ દરોની જાહેરાત કરશે. ઝી ન્યૂઝના પોલના અનુસાર RBI વ્યાજ દરોમાં એક ચતૃથાંશ ટકાનો ઘટાડો કરી શકે છે. જો RBI દ્વારા આ પ્રકારનો ઘટાડો કરવામાં આવે તો એ વાતની સંભાવના છે કે આગામી દિવસોમાં તમારા ઘર અને કાર લોન પર વ્યાજ દર થોડા વધુ ઘટી શકે છે.

આજે RBIની ક્રેડિટ પોલીસી થશે જાહેરાત, હોમ-કાર લોન થશે વધુ સસ્તી?

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI)ની ક્રેડિટ પોલિસી (Credit Policy) આજે (5 ડિસેમ્બર)ના રોજ આવશે. બપોરે 12 વાગે આરબીઆઇ પ્રેસ કોંફરન્સ કરી વ્યાજ દરોની જાહેરાત કરશે. ઝી ન્યૂઝના પોલના અનુસાર RBI વ્યાજ દરોમાં એક ચતૃથાંશ ટકાનો ઘટાડો કરી શકે છે. જો RBI દ્વારા આ પ્રકારનો ઘટાડો કરવામાં આવે તો એ વાતની સંભાવના છે કે આગામી દિવસોમાં તમારા ઘર અને કાર લોન પર વ્યાજ દર થોડા વધુ ઘટી શકે છે. તમને જણાવી દઇએ કે RBI એ ગત 5 વખતમાં સતત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. 

ASSOCHAM ના પ્રેસિડેન્ટ બાલ કૃષ્ણ ગોયંકાનું માનવું છે કે આરબીઆઇની પાસે રેટ કટની તક છે. તેમને આશા છે કે આરબીઆઇ 25 બેસિસ પોઇન્ટનો રેટ કટ કરી શકે છે. ગોયંકાએ કહ્યું કે હાલની આર્થિક સ્થિતિ અને સેંટીમેન્ટ સુધારા માટે આ જરૂરી પગલું હશે. તેમણે કહ્યું કે સમસ્યા એ વાત છે કે સેન્ટ્રલ બેન્ક આરબીઆઇના રેટ કટનો ફાયદો અન્ય બેન્કો ભલે તે સરકારી હોય અથવા પ્રાઇવેટ હોય ગ્રાહકો સુધી બાઇપાસ કરતા નથી. 

ASSOCHAM પ્રેસિડેન્ટે કહ્યું કે જો આરબીઆઇ રેટ કટનો ફાયદો અન્ય બેન્ક આગળ પણ રેટ કટના રૂપમાં કરે છે તો ચોક્કસ તેનો ફાયદો નાના અને મોટા ઉદ્યોગપતિઓને મળશે. તેનાથી આખી અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાની મોટી જવાબદારી મળશે. તેમણે કહ્યું કે જીડીપીના આંકડા ભલે ઘટ્યા હોય પરંતુ આગળની સ્થિતિ સારી જ રહેશે. આગામી બે-ત્રણ ત્રિમાસિકમાં GDP 6-7% પર પહોંચવાની આશા ASSOCHAM પ્રેસિડેન્ટે વ્યક્ત કરી છે. 

તેમનું માનવું છે કે રાજ્યમાં સરકાર બદવા પર નવા નિર્ણયો ના લઇને જૂના નિર્ણયોની સમીક્ષા કરવામાં આવે તો તેનાથી ગ્લોબલ સેંટીમેન્ટ ખરાબ થઇ જાય છે. તેનાથી વિદેશી રોકાણકારો પર ખોટી અસર પડે છે. રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે અને સૌથી મહત્વપૂર્ણ આ બધાનું નુકસાન કેન્દ્ર કરતાં વધુ રાજ્યને ચૂકવવું પડે છે. જેની સીધી અસર GDP પર પડે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news