DA Hike: શૂન્ય (0) કે 53%? કેટલું થવાનું છે મોંઘવારી ભથ્થું, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થશે જાહેરાત

DA Hike news: જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. ત્યારબાદ તેને શૂન્ય એટલે કે ઝીરો (0) કરવાની ચર્ચા હતી. પરંતુ આ ચર્ચા એટલે હતી કારણ કે સાતમાં પગાર પંચ (7th pay commission)ને લાગૂ કરવા સમયે તેમ કરવામાં આવ્યું હતું. 
 

DA Hike: શૂન્ય (0) કે 53%? કેટલું થવાનું છે મોંઘવારી ભથ્થું, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થશે જાહેરાત

DA Hike news: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ છે. મોંઘવારી ભથ્થાનો સ્કોર નક્કી કરનાર 5 મહિનાના નંબર્સ આવી ગયા છે. માત્ર આતૂરતા જૂન 2024ના નંબર્સની છે, તે પણ ઓગસ્ટના મધ્ય સુધી અપડેટ થઈ જશે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. ત્યારબાદ તેને શૂન્ય એટલે કે ઝીરો (0) કરવાની ચર્ચા હતા. પરંતુ આ ચર્ચા એટલા માટે હતી કારણ કે સાતમાં પગાર પંચને લાગૂ કરવા સમયે તેમ કરવામાં આવ્યું હતું. પરંતુ શું આ વખતે તે પણ થશે? આવો જાણીએ અપડેટ..

શૂન્ય થશે કે નહીં?
મહત્વનું છે કે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (dearness allowance) શૂન્ય એટલે કે ઝીરો (0) થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. હકીકતમાં તેને લઈને કોઈ નિયમ નથી. છેલ્લે આવું ત્યારે કરવામાં આવ્યું હતું, જ્યારે બેઝ યરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બેઝ યર હાલ બદલવાની જરૂર નથી. તેથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાના દરે આગળ વધશે. 

આ વખતે કેટલો થશે વધારો
જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા  AICPI-IW ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. અત્યાર સુધી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મેના નંબર્સ આવી ગયા છે. જૂનના નંબર 31 જુલાઈએ આવવાના હતા, જે આવ્યા નથી. જાન્યુઆરીમાં ઈન્ડેક્સ નંબર 138.9 પોઈન્ટ હતો, જેના કારણે મોંઘવારી ભથ્થું વધીને 50.84 ટકા થઈ ગયું. આ પછી ફેબ્રુઆરીમાં ઇન્ડેક્સ 139.2 પોઇન્ટ, માર્ચમાં 138.9 પોઇન્ટ, એપ્રિલમાં 139.4 પોઇન્ટ અને મેમાં 139.9 પોઇન્ટ રહ્યો હતો. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું એપ્રિલમાં 51.44 ટકા, 51.95 ટકા, 52.43 ટકા અને મેમાં 52.91 ટકા પર પહોંચી ગયું છે.

Month CPI(IW)BY2001=100 DA% Monthly Increase
Jan 2024 138.9 50.84
Feb 2024 139.2 51.44
Mar 2024 138.9 51.95
Apr 2024 139.4 52.43
May 2024 139.9 52.91
Jun 2024

કેટલા ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું?એક્સપર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. આમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ જશે. શૂન્ય થવાની સંભાવના નથી. AICPI Index થી નક્કી થનાર DA નો સ્કોર હાલ 52.91 ટકા પર છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે જૂનના આંકડા આવે ત્યારે પણ તે માત્ર 53.29 ટકા સુધી જ પહોંચશે. એટલે કે તેને 50 થી 53 ટકા સુધી વધારી શકાય છે. મોંઘવારી ભથ્થાની ગણતરી AICPI ઇન્ડેક્સ પરથી કરવામાં આવે છે. ઈન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાંથી એકત્ર કરાયેલ ફુગાવાના આંકડા દર્શાવે છે કે ફુગાવાની સરખામણીમાં કર્મચારીઓના ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ.

જાહેરાત ક્યારે થશે?
તહેવારોની સીઝન એટલે કે ઓક્ટોબર સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં જૂનના ડેટા જુલાઈના અંત સુધીમાં આવવાના હતા પરંતુ તેમાં વિલંબ થયો છે. આ પછી જ નક્કી થશે કે વધારો કેટલો થશે. આ પછી ફાઈલ લેબર બ્યુરોથી નાણા મંત્રાલય સુધી પહોંચશે અને પછી તેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. પરંતુ, મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં મંજૂર કરવામાં આવશે. તેનો અમલ જુલાઈ 2024થી જ થશે. વચ્ચેના મહિનાઓ માટે ચૂકવણી બાકી રહેશે.

શું હોય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારું ભથ્થું એવા પૈસા છે જે મોંઘવારી વધવાના બદલામાં સરકારી કર્મચારીઓને જીવન સ્તરને બનાવી રાખવા માટે આપવામાં આવે છે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. તેની ગણતરી દેશના વર્તમાન મોંઘવારી ભથ્થા અનુસાર દર છ મહિના પર કરવામાં આવે છે. તેની ગણના પગાર ધોરણના આધાર પર કર્મચારીઓના મૂળ વેતન પ્રમાણે કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ-અલગ હોઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news