Exclusive : અત્યારે તો ઓછી નહીં થાય પેટ્રોલની કિંમત, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું 'આ' કારણ

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની કિંમત મામલે મોટી જાહેરાત કરી છે 

Exclusive : અત્યારે તો ઓછી નહીં થાય પેટ્રોલની કિંમત, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું 'આ' કારણ

નવી દિલ્હી : પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ચાર કે પાંચ દિવસમાં રાહત મળી શકે છે એવી શક્યતાનો સ્પષ્ટ ઇનકાર કર્યો્ છે. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કેન્દ્રિય મંત્રીએ કહ્યું છે કે 4-5 દિવસમાં પેટ્રોલની કિંમત ઘટી જશે એમ અમે નથી કહેતા. જોકે સરકાર લોકોની સમસ્યા ઓછી થાય એ માટે સતત પ્રયાસ કરી રહી છે. 

સરકારે વિપક્ષ તરફથી લગાવવામાં આવી રહેલા આરોપો વિશે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે અમે જવાબદારીથી ભાગતા નથી અને બહુ જલ્દી આ મામલે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે અમે તેલની કિંમતને જીએસટી અંતર્ગત લાવવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે અને પ્રયાસ થઈ રહ્યો છે કે આ મામલે તમામ રાજ્ય સંમત થઈ જાય.

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિદંબરમે તેલની સતત વધતી કિંમતો અંગે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. પૂર્વ નાણામંત્રીએ દાવો કર્યો કે તેલની કિંમતો 25 રૂપિયે પ્રતિ લીટર સુધી ઓછી થઇ શકે છે પરંતુ સરકાર પોતાના ફાયદા માટે આ કિંમતો ઓછી નથી કરી રહ્યાં. આ મામલે ઘર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે ચિદંબરમ 5 અર્થશાસ્ત્રીઓની હાજરીમાં આ કિંમત કઈ રીતે આટલી ઘટી શકે છે એ વાતની મારી સાથે ચર્ચા કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news