બેંક જવાની શું જરૂર...ઘરે બેઠા તમને મળશે લોન, સિબિલની કોઈ ઝંઝટ નહીં, ફોર્મ ભરો અને પૈસા ખાતામાં આવી જશે

અનેકવાર આપણને પૈસાની એવી જરૂર પડી જાય છે કે લોન માટે આમ તેમ દોડાદોડી કરીએ છીએ. અનેક બેંકોના ચક્કર કાપીએ છીએ તો પણ લોનની માથાકૂટ હોય છે. એમા પણ જો સિબિલ સ્કોર સારો ન હોય તો મોટાભાગે લોન મળવામાં પણ વાંધા આવી જાય છે. આવામાં ગ્રાહકોને લોન  લેવા માટે સરળ અને સસ્તી રીત જણાવીશું. જેમાં તમારે કોઈ સિબિલ સ્કોરની જરૂર નથી પડતી કે ન તો બેંકના પગથિયા ઘસવાની.

બેંક જવાની શું જરૂર...ઘરે બેઠા તમને મળશે લોન, સિબિલની કોઈ ઝંઝટ નહીં, ફોર્મ ભરો અને પૈસા ખાતામાં આવી જશે

અનેકવાર આપણને પૈસાની એવી જરૂર પડી જાય છે કે લોન માટે આમ તેમ દોડાદોડી કરીએ છીએ. અનેક બેંકોના ચક્કર કાપીએ છીએ તો પણ લોનની માથાકૂટ હોય છે. એમા પણ જો સિબિલ સ્કોર સારો ન હોય તો મોટાભાગે લોન મળવામાં પણ વાંધા આવી જાય છે. આવામાં ગ્રાહકોને લોન  લેવા માટે સરળ અને સસ્તી રીત જણાવીશું. જેમાં તમારે કોઈ સિબિલ સ્કોરની જરૂર નથી પડતી કે ન તો બેંકના પગથિયા ઘસવાની. એટલું જ નહીં વ્યાજ પણ તમને બેંકોના વ્યાજ કરતા ઓછું ભરવાનું આવશે. ઘરે બેઠા એક જ ફોર્મ ભરો અને પૈસા તમારા ખાતામાં આવી જશે. 

આ છે લોનની સરળ રીત
અહીં અમે જે વાત કરી રહ્યા છે તે છે ડીમેટ એકાઉન્ટથી લોન લેવા અંગે. આજકાલ શેર બજારમાં મોટાભાગે યુવાઓ રોકાણ કરતા હોય છે. સેબીનો આંકડો પણ કહે છે કે દેશમાં 11 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ ખૂલી ચૂક્યા છે. સ્પષ્ટ છે કે તમારી પાસે પણ લગભગ ડીમેટ એકાઉન્ટ હશે અને તેમાં શેર, સિક્યુરિટીઝ, બોન્ડ અને ઈટીએફ જેવા વિકલ્પોમાં રોકાણ પણ કર્યું હશે. તેમાંથી તમે કોઈ પણ રોકાણ વિકલ્પના બદલામાં તમે જ્યારે ઈચ્છો ત્યારે લોન લઈ શકો છો. માની લો કે તમારે તમારી પાસે જે શેર પડ્યા છે તેના બદલામાં લોન જોઈએ છે તો સરળતાથી પૈસા તમારા ખાતામાં આવી જશે અને શેરોને વેચવાની પણ જરૂર નહીં પડે. તેનાથી આગળ તમારા શેર ચડે તો જે નફો થાય તે પણ યથાવત રહેશે. 

સરળતાથી મળશે ફાયદા
જ્યારે તમે શેરોના બદલામાં લોન લો છો તો તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર તમારા અધિકારમાં જ હાજર હોય છે. ભલે તમે તેના પર લોન લીધી હોય. શેર પર મળનારા અન્ય ફાયદા જેમ કે ડિવિડન્ડ, બોનસ અને રાઈટ તમને મળતા રહેશે. તેનો એક ફાયદો એ પણ છે કે સમય સાથે તમારા શેરની કિંમત વધી તો તમે બાદમાં વધેલી કિંમત વેચીને લોનના પૈસા ત્યાંથી પણ ચૂકવી શકો છો. 

લોન માટે શું યોગ્યતા જરૂરી
ડીમેટ શેરના બદલે લોન માટે તમારી ઉમર 18 વર્ષથી વધુ કે 65 વર્ષથી ઓછી હોવી જોઈએ. ફક્ત એ જ શેરોને ગિરવે રાખીને લોન લઈ શકાય જે કોઈ વ્યક્તિગત નામ પર હોય. સગીર, હિન્દુ અવિભાજ્ય ફેમિલી (HUF), NRI અને કોર્પોરેશનના નામ પર શેરોને ગિરવે મૂકી શકાય નહીં. આ માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ જેમ કે આઈડી પ્રુફ, એડ્રેસ પ્રુફ, ઈનકમ પ્રુફ અને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોય છે. 

પર્સનલ લોનથી સસ્તું
ડીમેટ શેરોના બદલામાં તમને 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ રીતે લોન પર સામાન્ય રીતે પર્સનલ લોન કરતા ઓછું જ વ્યાજ હોય છે. મોટાભાગના ડીમેટ  ખાતા પર 12થી 18 ટકા વાર્ષિક વ્યાજ પર તમને લોન મળી જશે. જેમાં તમારે ગેરંટરની પણ જરૂર હોતી નથી અને લોનની પ્રીપેમેન્ટ કરવા પર કોઈ પણ પ્રકારની પેનલ્ટી પણ લાગતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news