Muhurat Tradingમાં શેર બજારે લગાવી લાંબી છલાંગ, સેન્સેક્સ ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો


શેર બજારમાં દિવાળીના દિવસે દર વર્ષે સાંજે એક કલાક મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવે છે. 
 

Muhurat Tradingમાં શેર બજારે લગાવી લાંબી છલાંગ, સેન્સેક્સ ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો

નવી દિલ્હીઃ મુહૂર્ત ટ્રેડિંગમાં આજે સેન્સેક્સે ઓલ ટાઈમ હાઈનો એક નવો રેકોર્ડ બનાવ્યો અને 194 પોઈન્ટના વધારા સાથે 43637ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે  12770ના સ્તર પર બંધ થઈ હતી. એક કલાકના વિશેષ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 43830ના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર અને નિફ્ટી 12828ના સ્તર સુધી પહોંચી હતી. 

સેન્સેક્સના 30 શેરોમાં 26 શેર વધારા સાથે બંધ થયા. તેમાં ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, સનફાર્મા, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસ અને આઈટીસીના શેર ટોપ ગેનર રહ્યા. નિફ્ટી પર બીપીસીએલ, આઈઓસી, ટાટા મોટર્સ અને એચડીએફસી લાઇફના શેર ટોપ ગેનર રહ્યાં. 

ATM પર છપાવો તમારા બાળકની તસ્વીર, આ બેંક દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સર્વિસ

મુહૂર્ત ટ્રેડિંગની સાથે હિન્દી કેલેન્ડર વર્ષ સંવત 2077ની શરૂઆત થઈ ગઈ છે. સવંત 2076મા સેન્સેક્સે આશરે 11 ટકાનું રિટર્ન આપ્યું છે. મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 372 પોઈન્ટની તેજીની સાથે 43815ના સ્તર પર ખુલ્યો. મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગનું ઉદ્ઘાટન બોલીવુડ એક્ટર આતિયા શેટ્ટીએ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news