માત્ર 100 રૂપિયાનું રોકાણ કરી મેળવો મોટો ફાયદો, અહીં છે તમારા માટે તક

માત્ર 100 રૂપિયાનું રોકાણ કરી મેળવો મોટો ફાયદો, અહીં છે તમારા માટે તક

દરેક જણ ઇચ્છે છે કે તેની બચત અને રોકાણ પર વધુ રિટર્ન મળે. રોકાણકારોને આકર્ષિત કરવા માટે ઘણા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના રોકાણનું મિનિમમ એમાઉંટ ઘટાડીને ફક્ત 100 રૂપિયા કરી દીધી છે. હવે 100 રૂપિયા જેટલી નાની રકમ વડે તમે ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણની શરૂઆત કરી શકો છો. નવા રોકાણકારોને આકર્ષિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ આ પગલું ભર્યું છે. 

આ મ્યુચ્યુઅલ ફંડોમાં કરી શકો છો 100 રૂપિયાનું રોકાણ
આઇસીઆઇસીઆઇ પ્રૂડેંશિયલ મ્યુચ્યુઅલ ફંડ, રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ, ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ, યૂટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, ડીએચએફએલ પ્રોમેરિકા મ્યુચ્યુઅલ ફંડ, આઇડીએફડી મ્યુચ્યુઅલ ફંડ અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડોની કેટલીક ડેટ અને ઇક્વિટી સ્કીમ્સમાં તમે 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. 
MF
બેરોજગારી મુદ્દે મોદી સરકાર માટે સારા સમાચાર, 15 મહિનામાં 73 લાખ લોકોને મળશે નોકરી

પેટીએમ મની અને પોલિસીબાજાર આપે છે આ સુવિધા
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રોકાણની ન્યૂનતમ રાશિ ઘટીને 100 રૂપિયા કરતાં પહેલાં જ પેટીએમ મની, પોલિસીબજાર અને ગ્રો જેવા રોકાણના ઓનલાઇન પ્લેટફોર્મ મ્યુચ્યુઅલ ફંડોમાં 100 જેટલા જેટલી ઓછી રકમથી રોકાણની તકો આપે છે. 

Rs 500
વધી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડોમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેંટનો ટ્રેંડ
મોટાભાગના લોકો બ્રોકર અથવા ડિસ્ટ્રીબ્યૂટર દ્વારા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરતા આવ્યા છે. જોકે હવે ટ્રેંડ બદલાઇ રહ્યો છે અને સ્માર્ટ રોકાણ મ્યુચ્યુઅલ ફંડોમાં ડાયરેક્ટ રોકાણ કરી રહ્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે નાના શહેરોના રોકાણકારો ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા નાની રકમથી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણની શરૂઆત કરે છે અને જ્યારે તેમને ફાયદો સમજમાં આવે છે તો તે રોકાણની રકમ વધારી દે છે. આ બજારમાં પોતાની એન્ટ્રી વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ રોકાણની રકમ ઘટાડીને 100 કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news