આગામી બે વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 8 ટકાને પાર કરી શકે છે: સુરેશ પ્રભુ

કૈન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ શુક્રવારે કહ્યું કે, દેશના આર્થિક વૃદ્ધિ દર આગામી વર્ષમાં 8 ટકાને પાર કરી શકે છે

આગામી બે વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 8 ટકાને પાર કરી શકે છે: સુરેશ પ્રભુ

નવી દિલ્હી : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરશ પ્રભુએ શુક્રવારે કહ્યું કે, દેશનો આર્થિક વૃદ્ધી દર (GDP) આગામી બે વર્ષમાં 8 ટકાને પાર કરી શકે છે. સરકાર આગામી સાત-આઠ વર્ષમાં અર્થવ્યવસ્થાનો આકાર બમણો કરીને પાંચ હજાર અબજ ડોલર સુધી પહોંચાડવા માટે નવી ઔદ્યોગિક નીતિ બનાવવા સહિત ઘણા પગલા ઉઠાવી રહી છે. સરકારની ચાર વર્ષની પોતાની ઉપલબ્ધીઓ અંગે વાતચીત કરતા તેમણે કહ્યું કે, અમે આર્થિક વૃદ્ધીની ગતિ માટે કેટલીક રણનીતિ અંગે કામ કરી રહ્યા છીએ. અમે હવે તેમાં આવી રહેલી તેજી જોઇ શકીએ છીએ.

ઘણા ક્ષેત્રોમાં સારા પ્રદર્શનથી શક્ય
પ્રભુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2018-19માં વૃદ્ધી દર ગત્ત વર્ષની તુલનાએ સારો રહેશે. તેમણે કહ્યું કે, મને તેમાં કોઇ જ અચંબો ન થવો જોઇએ કે આગામી બે વર્ષમાં નિશ્ચિત રીતે અમે 8 ટકાનાં દરનાં આંકડાને પાર કરવાની નજીક હઇશું. આ ઘણા ક્ષેત્રનાં સારા પ્રદર્શનનું પરિણામ છે. દેશનાં જીડીપી વૃદ્ધી દર ગત્ત નાણાકીય વર્ષ જાન્યુઆરી- માર્ચ ત્રિમાસિકાં 7.7 ટકા રહ્યું. તેની સાથે જ ભારતમાં ઝડપથી વૃદ્ધી કરનારી અર્થવ્યવસ્થાની પોતાની સિદ્ધિ યથાવત્ત રાખશે.

પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થાનો દ્રષ્ટીકોણ
જો કે વાર્ષિક આધારે 2017-18માં વૃદ્ધી દર 6.7 ટકા રહી જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.1 ટકા હતી. પ્રભુએ કહ્યું કે, આઠ ટકા સંભવિત વૃદ્ધી માટે સરકાર નવી ઔદ્યોગિક નીતિ બનાવવા સહિત ઘણા ક્ષેત્રો પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે 5 હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમાં 1 હજાર અબજ ડોલર વિનિર્માણ ક્ષેત્રથી 3 હજાર ડોલર સેવા તથા 1 હજાર ડોલર કૃષી અને સંબંધ ક્ષેત્રથી આવશે. 

તેમ પુછવામાં આવતા કે આ અઠવાડીયે રિઝર્વ બેંકના નીતિગત્ત દર (રેપો)માં 0.25 ટકાની વૃદ્ધીની શી અસર થશે. મંત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તેનાં કારણે રોકાણ પ્રભાવિત થવું જોઇએ. આવતા અઠવાડીયે પોતાની અમેરિકા યાત્રા અંગે પ્રભુએ કહ્યું કે, તેઓ વાણિજ્ય મંત્રી તથા ઉદ્યોગ જગતનાં પ્રમુખોને મળશે અને વિઝા નિયમોને કડક કરવા અંગે ભારતની ચિંતાઓને પણ રજુ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news