દિલ્હીઃ પ્રેસ ક્લબના ATM નિકળી નકલી નોટ, લોકોએ કર્યો હંગામો

પોલીસના હસ્તક્ષેપ બાદ બેન્કે માન્યું કે એટીએમમાંથી નિકળેલી નોટ કંઈ કામની નથી. બેન્કે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

 દિલ્હીઃ પ્રેસ ક્લબના ATM નિકળી નકલી નોટ, લોકોએ કર્યો હંગામો

નવી દિલ્હીઃ નકલી નોટોએ હવે બજારથી લઈને બેન્ક સુધી પોતાના પગ જમાવી લીધા છે. એટીએમમાંથી પણ નકલી નોટી નિકળી રહી છે. હાલની ઘટના દિલ્હી સાથે જોડાયેલી છે. અહીં પ્રેસ ક્લબના એટીએમમાંથી નકલી નોટી નિકળવાનો મામલો સામે આવ્યો છે. એટીએમમાંથી નકલી નોટ નિકળતા લોકોએ હંગામો કર્યો. બાદમાં પોલીસના હસ્તક્ષેપથી બેન્કે નોટ બદલી આપી અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. 

સોમવારે 7 મેએ દિલ્હી પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની બહાર હાજર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમ પર તે સમયે હંગામો થયો, જ્યારે એટીએમમાંથી પૈસા કાઢવા આવેલા એક વ્યક્તિની 7500 રૂપિયાની નકલી અને ફાટેલી નોટ નિકળી. આ તમામ નોટ 500 રૂપિયાની હતી. કેટલાક નોટના નંબર ગાયબ હતા, કેટલિક નોટમાં પાણીથી ધોયેલી લાગતી હતી. 

Fake Currency

એનડીએમસીમાં કામ કરનાર રવિદત્ત અને પ્રમોદ 10 હજાર રૂપિયા કાછવા માટે એટીએમ પહોંચ્યા. રૂપિયાનો નિકળ્યા પરંતુ તેને જોઈને તેનો હોશ ઉડી ગયો. દસ હજાર રૂપિયામાંથી 500-500ની 15 નોટમાં નંબર ગાયબ હતો અથવા તો પાણીથી ધોયેલી નોટ લાગી રહી હતી. 

કેટલિક નોટ ફાટેલી હતી. રવિદત્ત અને પ્રમોદે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી, ત્યારબાદ પોલીસ બંન્નેને બેન્ક લઈ ગઈ.  પહેલાતો બેન્કે આ મામલે હસ્તક્ષેપ કરવાથી ઈ્ન્કાર કરી દીધો પરંતુ હંગામો થતા અને પોલીસ ગ્વારા પીડિતોનો પક્ષ રાકતા બેન્ક નોટ બદલી આપવા માટે તૈયાર થઈ હતી. 

Fake Currency

બેન્કમાં આવ્યા બાદ બેન્ક મેનેજરે પ્રમોદ અને રવિદત્તની સામે માની લીધું કે આ રૂપિયા ચાલવા લાયક નથી. પ્રમોદ અને રવિદત્ત પાસેથી બેન્ક મેનેજરે કાગળ પર તે વાત લખાવી કે તમામ નોટ ધોવાયેલી છે. ત્યારબાદ પ્રમોદ અને રવિદત્તને તમામ નોટ બદલી આપવામાં આવી. બેન્ક મેનેજરે જણાવ્યું કે તમામ નોટને તપાસ માટે મુખ્ય બ્રાન્ચમાં મોકલી આપવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ કંઈ માહિતી આપી શકાશે. તેણે કહ્યું કે, તે વાતની તપાસ કરવામાં આવશે કે નોટ એટીએમમાં ક્યારે અને ક્યાંથી નાખવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news