સોનમ કપૂરના લગ્નઃ સંગીત સેરેમનીમાં પહોંચી બોલીવુડ હસ્તિઓ
વધુ પડતા મહેમાનોએ સફેદ રંગના અલગ-અલગ શેડ્સનો ડ્રેસ પહેર્યો હતો. આજના ફંક્શનની થીમ વ્હાઈટ હતી. દુલ્હન (સોનમ) હર્ષવર્ધન અને રિયા કપૂર પણ ખૂબસૂરત સફેદ શેડ્સની ડ્રેસમાં નજર આવ્યા.
Trending Photos
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે (મંગળવાર) લગ્નના બંધનમાં બંધાવાની છે અને તેના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. રવિવારે મહેંદીના કાર્યક્રમ બાદ સોમવારે (7 મે)એ સંગીત સેરેમની માટે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં અનિલ કપૂરના પરિવાર અને બોલીવુડ હસ્તિઓનો જમાવડો થયો. સૌથી પહેલા કપૂર પરિવારમાંથી અનિલ કપૂર અને તેના પુત્ર હર્ષવર્ધન પહોંચ્યા. ત્યારબાદ શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી અને ખુશી પહોંચી. વધુ પડતા મહેમાનોએ સફેદ રંગના અલગ-અલગ શેડ્સનો ડ્રેસ પહેર્યો હતો. આજના ફંક્શનની થીમ વ્હાઈટ હતી. દુલ્હન (સોનમ) હર્ષવર્ધન અને રિયા કપૂર પણ ખૂબસૂરત સફેદ શેડ્સની ડ્રેસમાં નજર આવ્યા.
જાહ્નવી અને ખુશી કપૂર પણ સફેદ ગોલ્ડન લેંઘામાં નજરે પડી. આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી, સ્વરા ભાસ્કર અને જેકલીન ફર્નાડીઝ પણ પહોંચી. ડાયરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મેહરા પણ પોતાની પત્ની સાથે સંગીત સમારોહમાં પહોંચ્યા હતા.
સોનમ કપૂરના લગ્નના સંગીત સમારોહમાં સોનમ અને તેના ભાઈ અર્જુન કપૂર તથા ડાયરેક્ટર કરણ જૌહર પણ સામેલ થયો.
Anil Kapoor, Janhvi Kapoor, Khushi Kapoor and Harshvardhan Kapoor arrive for Sonam Kapoor's Mehendi ceremony. Sonam will get married to Anand Ahuja on May 8. #Mumbai pic.twitter.com/iMD7dsqr7V
— ANI (@ANI) May 7, 2018
મહત્વનું છે કે સોનમ સહિત બોલીવુડ તેના લગ્નને લઈને એક્સાઇટેડ છે. સોનમે પોતાની મહેંદી સેરેમનીમાં ખૂબ મસ્તી કરી હતી. રવિવારે રાત્રે સોનમની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોનમે મહેંદી સેરેમનીમાં ખૂબ મસ્તી કરી હતી.
Mumbai: Karan Johar, Abu Jani and Sandeep Khosla and Arjun Kapoor arrive for Sonam Kapoor's Mehendi ceremony. Sonam will get married to Anand Ahuja on May 8. #Mumbai pic.twitter.com/nd2EDF9Uza
— ANI (@ANI) May 7, 2018
સોશિયલ મીડિયા પર સોનમ કપૂરના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સોનમ પોતાના મહેંદી ફંક્શનમાં ખુબ ખુશ અને એક્સાઇટેડ નજરે પડી. સોનમ જ નહીં પરંતુ તેમના પિતા અનિલ કપૂરે પણ મહેંદીમાં શાનદાર ડાન્સ કર્યો. સોનમ પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8 મેએ શિખ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાની છે અને 8 મેએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રિસેપ્શનમાં બોલીવુડની ઘણી હસ્તિઓ પણ સામેલ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે