લૉકડાઉનમાં એમએસ યુનિમાં ફસાયેલા લદ્દાખના 17 વિદ્યાર્થીઓને પરત મોકલાયા


 
લદ્દાખના એક વિદ્યાર્થીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન અમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કેમ્પસમાં અમારી કાળજી લેવામાં આવી હતી. 

લૉકડાઉનમાં એમએસ યુનિમાં ફસાયેલા લદ્દાખના 17 વિદ્યાર્થીઓને પરત મોકલાયા

વડોદરાઃ હાલ કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લૉકડાઉનમાં અનેક લોકો ફસાયા છે. ત્યારે તંત્ર દ્વારા આવા લોકોને પોતાના ઘરે મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજ રીતે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લદ્દાખના 17 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. તેને વહીવટી તંત્રએ યુનિવર્સિટી અને લદ્દાખના પ્રશાસન સાથે સંલકન સાધી બસમાં પોતાના વતન પરત મોકલ્યા છે. હાલ વેકેશન હોવાથી પોતાના વતન જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે નિમેલા નોડલ અધિકારીની મદદથી તેને પરત મોકલવામાં આવી રહ્યાં છે.

શહેરના નોડલ અધિકારી અને નાયબ કલેક્ટર આરપી જોશીએ જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પોતાના વતન જઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્રણે લદ્દાખ તંત્રનો સંપર્ક કરી પાસ આ વિદ્યાર્થીઓને બનાવી આપ્યા હતા. આમ આ 17 જેટલા વિદ્યાર્થીઓને પોતાના વતન જવા માટે બસમાં રવાના કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલની બેદરકારી, 8 મેએ દર્દીનું મોત, પરિવારને ન મળી કોઈ જાણકારી

લદ્દાખના એક વિદ્યાર્થીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન અમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કેમ્પસમાં અમારી કાળજી લેવામાં આવી હતી. આ માટે તેણે યુનિવર્સિટીનો આભાર પણ માન્યો હતો. યુનિવર્સિટીના એક પ્રોફેસરે કહ્યું કે, લૉકડાઉનમાં વિદ્યાર્થીઓ કોઈ મુશ્કેલી વિના રહી શકે તે માટે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news