VIDEO : રિટાયર્ડ થયા પછી યુવીની પહેલી ઇનિંગ, પરિણામ હતું માન્યામાં ન આવે એવું
ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં ટોરેન્ટો નેશનલ્સ તરફથી યુવરાજ સિંહે પોતાની ઇનિંગ રમી હતી
Trending Photos
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India)નો ધમાકેદાર બેટ્સમેન યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. આઇપીએલમાં છેલ્લી ત્રણ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન પછી યુવરાજે આખરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ સાથે જ યુવરાજે બીસીસીઆઇએ વિદેશી ક્રિકેટ લીગ મેચ રમવાની પરવાનગી માગી હતી. જોકે ગુરુવારે યુવરાજના ચાહકોને ભારે નિરાશા થઈ છે. ગ્લોબલ ટી-20 કેનેડા લીગની પહેલી મેચમાં યુવરાજ મોટી ઇનિંગ નહોતો રમી શક્યો અને આઉટ ન થયો હોવા છતાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
આ મેચમાં યુવરાજ ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં ટોરેન્ટો નેશનલ્સ તરફથી રમી રહ્યો હતો. યુવરાજની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. આ ટીમે પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાનમાં 159 રન બનાવ્યા હતા. આના જવાબમાં વૈંકોવર નાઇટ્સની ટીમે નિર્ધારીત લક્ષ્ય માત્ર 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. આ મેચમાં ક્રિસ ગેઇલ માત્ર 12 રન બનાવી શક્યો હતો.
Playing for Toronto Nationals in opening match of Global T20 Canada #YuvrajSingh walked off despite being not out.The 37-year-old was stumped in Vancouver Knights' bowler Rizwan Cheema's over after wicketkeeper dropped catch on stumps.Yuvraj was still in crease as per the replays pic.twitter.com/fcKXzGwWNL
— ebianfeatures (@ebianfeatures) July 26, 2019
ટોરેન્ટો નેશનલ્સની તરફથી રોડ્રિગો થોમસ 41 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સમયે યુવરાજ પાસે પોતાની પ્રતિભા દેખાડવાની તક હતી પણ તે આનો ઉપયોગ ન કરી શક્યો. યુવરાજે શરૂઆતમાં સંભાળીને રમવાની શરૂઆત કરીને 26 બોલમાં 14 રન બનાવી લીધા હતા. આ સમયે એક બોલમાં યુવરાજે સ્ટમ્પની અપીલ થતા પહેલાં જ પેવેલિયન પરત ફરી જવાનું નક્કી કર્યું હતું. હવે યુવરાજની ટીમ ટોરેન્ટો નેશનલ્સની આગામી મેચ શનિવારે 27 જુલાઈએ એડમંટન રોયલ્સ સાથે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે