યહી મૌકા હૈ..સહી મૌકા હૈ..! ચૂંટણી પરિણામ પહેલાં સસ્તુ થયું સોનું, ભાવમાં હજારો રૂપિયાનો ઘટાડો
Gold-Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે પણ મેટલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું છે.
Trending Photos
Gold-Silver Price: સોનું ખરીદવાની સોનેરી તક! લોકસભા ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જ લોકોની થઈ ગઈ ચાંદી-ચાંદી. સોનું 1 અઠવાડિયામાં લગભગ ₹3,000 જેટલું સસ્તું થયું; આજે ચાંદીમાં વધારો; જાણો સોના-ચાંદીના નવા ભાવ...
દુનિયાભરમાં સૌથી કિમતી ધાતુ સોનાને માનવામાં આવે છે. તેથી દેશ કોઈપણ હોય પણ તેની આર્થિક સ્ટ્રેન્થ સોનાથી જ નક્કી કરવામાં આવે છે. જોકે, હાલ સોનું ખરીદનારા લોકો માટે એક મોટો ગુડ ન્યૂઝ આવ્યાં છે. છેલ્લાં એક સપ્તાહથી સોનાનો ભાવ સતત નીચે જઈ રહ્યો છે. જેને કારણે સોનાની ખરીદી કરવા માંગતા લોકો માટે આ સારી તક છે.
સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લાભ રિટેલ ગ્રાહકોને સીધો મળી શકે છે. શુક્રવારે પણ મેટલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. ભારતીય વાયદા બજારમાં સોનું રૂ.200 જેટલું ઘટ્યું હતું. સવારે 10 વાગ્યાની આસપાસ તે રૂ. 100થી વધુના ઘટાડા સાથે રૂ.71,466ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે તે 71,577 પર બંધ રહ્યો હતો.
સોનું કેટલું ઘટ્યું?
જો આપણે આ સમગ્ર સપ્તાહના ઘટાડાને જોઈએ તો, એમસીએક્સ પર સોનું 74,300ના રેકોર્ડ હાઈથી રૂ. 2800થી વધુ ઘટ્યું છે. જોકે આજે ચાંદીમાં તેજી જોવા મળી હતી. ચાંદી રૂ.400થી વધુ રૂ.90,888ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા વેપારમાં તે 90,437 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં નબળું પડ્યું સોનું-
વૈશ્વિક બજારોમાં ગુરુવારે સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં યુએસ સ્પોટ ગોલ્ડમાં 14 ટકાનો વધારો થયો છે અને તે $2,449.89ની વિક્રમી ટોચે પહોંચ્યો છે. પરંતુ યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે અને વધારાના ડરને કારણે આ સપ્તાહે સોનામાં સતત ઘટાડો નોંધાયો છે. ગુરુવારે સ્પોટ ગોલ્ડમાં 2.1 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને $2,328.61 પ્રતિ ઔંસ થઈ ગયો હતો.
બુલિયન માર્કેટમાં મોટો ઘટાડો-
દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જારી રહ્યો હતો. વૈશ્વિક સ્તરે કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડાની વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 1,050 ઘટીને રૂ. 73,550 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સમાં આક્રમક વલણ જોવા મળતાં સોનામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 74,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદીનો ભાવ પણ રૂ. 2,500 ઘટીને રૂ. 92,600 પ્રતિ કિલો બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 95,100 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે