મોટા ઘટાડા સાથે સસ્તું થયું સોનું, ચાંદી પણ કકડભુસ: સોનું ખરીદવાનો ગોલ્ડન ટાઇમ
વૈશ્વિક સ્તર પર નબળા વલણ તથા સ્થાનીક માંગ ઘટવાનાં કારણે દિલ્હી સર્રાફા બજારમાં સોનું શુક્રવારે 170 રૂપિયા તુટીને 31,480 રૂપિયા પ્રતિ દસગ્રામ પર આવી ગયું હતું
Trending Photos
નવી દિલ્હી : વૈશ્વિક સ્તર પર નબળું વલણ તથા સ્થાનીક માંગ ઘટવાનાં કારણે દિલ્હી સર્રાફા બજારમાં સોનું શુક્રવારે 170 રૂપિયા તુટીને 31480 રૂપિયા પ્રતિ દસગ્રામ પર આવી ગયું. વેપારીઓએ કહ્યું કે, તે ઉપરાંત રૂપિયો વ્યાપાર દરમિયાન 69.10 પ્રતિ ડોલરનાં રેકોર્ડ નિચલા સ્તરથી સુધરીને 68.36 પ્રતિ ડોલર પર પહોંચ્યું, જેનાં કારણે સોનાની કિંમતો પર દબાણ રહ્યું. ગુરૂવારે રૂપિયો 68.79 પ્રતિ ડોલરનાં પોતાનાં ઓલ ટાઇમ લો પર બંધ રહ્યું હતું.
40,600નાં સ્તર પર પહોંચી ચાંદી
વેચવાલીનાં દબાણમાં ચાંદીની ચમક પમ ઘટી ગઇ હતી. ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવતી કંપનીઓની માંગ ઘટવાનાં કારણે ચાંદી 200 રૂપિયા વધારે તુટીને 40, 600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ. વેપારીઓએ કહ્યું કે નબળા વૈશ્વિક વલણથી ઘરેલુ હાજર બજારમાં પીળા ઘાતુ મુદ્દે ઉત્સાહ ઘટ્યો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ગુરૂવારે સોનું 0.29 ટકા તુટીને 1248 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું. ચાંદી 0.22 ટકાનાં નુકસાનથી 15.98 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઇ.
દિલ્હીમાં સોનું 99.9 અને 99.5 ટકા શુદ્ધતા 170-170 રૂપિયાનાં નુકસાનથી ક્રમશ 31,480 રૂપિયા અને 31,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઇ. ગુરૂવારે ટ્રેડિંગમાં સોનું 80 રૂપિયા ચડ્યું હતું. આઠ ગ્રામની ગિન્નીનાં ભાવ 24,800 રૂપિયા પ્રતિ એકમ પર કાયમ રહ્યુંહતું. ચાંદી હાજર 200 રૂપિયા તુટીને 40,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને સાપ્તાહિક ડિલિવરી 230 રૂપિયાનાં નુકસાન 39,285 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર આવી ગઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે