Gold Rate: હાશ....આખરે ઘટ્યા સોનાના ભાવ, ગગડીને ક્યાં પહોંચ્યું સોનું ખાસ જાણો
Gold And Silver Rate: ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનામાં ઘટાડો જોવા પણ મળ્યો. ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો. ત્યારે એ વિચારવું પડે કે આખરે સોના અને ચાંદીમાં આ શું થઈ રહ્યું છે. અચાનક આટલા ઝડપથી ભાવ કેમ વધી રહ્યા છે. જાણો આ છે મોટું કારણ..
Trending Photos
Gold Rate: સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી ચૂક્યા છે. આમ છતાં અનેક લોકો સોના ચાંદીના ભાવમાં ભાવ ઘટાડાની આશા રાખીને બેઠા છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે IBJA ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનામાં ઘટાડો જોવા પણ મળ્યો. ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો. ત્યારે એ વિચારવું પડે કે આખરે સોના અને ચાંદીમાં આ શું થઈ રહ્યું છે. અચાનક આટલા ઝડપથી ભાવ કેમ વધી રહ્યા છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મેરેજ સિઝન હોવા છતાં લોકો સોનાની ખરીદીને ટાળી રહ્યાં છે.
ઘટાડો જોવા મળ્યો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ ભાવ જાહેર કરવામાં આવ્યા તો તેમાં 225 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો એટલે કે સવારે ભાવ 72048 રૂપિયા હતો જ્યારે સાંજે જાહેર કરવામાં આવ્યા ત્યારે 71823 રૂપિયા ભાવ જોવા મળ્યો. એ જ રીતે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ 206 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
જાહેર રજા હોવાથી લેટેસ્ટ ભાવ જાહેર થયા નથી
ચાંદીમાં પ્રતિ કિલો 125 રૂપિયાની મામૂલી ઘટ જોવા મળી અને ભાવ પ્રતિ કિલો 82343 રૂપિયા જોવા મળ્યો. આજે જો કે એસોસિએશન દ્વારા જાહેર રજા હોવાથી લેટેસ્ટ ભાવ જાહેર થયા નથી. પરંતુ ગઈ કાલે ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેનાથી લોકોને આશા જાગી છે કે કદાચ સોનામાં ભાવ હજુ તૂટી શકે.
કેમ વધી રહ્યા છે ભાવ
સોના અને ચાંદીમાં તેજીનું કારણ દુનિયાભરની કેન્દ્રીય બેંકો જે રીતે જબરદસ્ત સોનાની ખરીદી કરી રહી છે તે પણ છે. ચીનની પીબીઓસી (પબ્લીક બેંક ઓફ ચાઈના)એ માર્ચમાં સતત 17માં મહિને સોનું ખરીદ્યું. જ્યારે દુનિયાની અનેક વૈશ્વિક કેન્દ્રીય બેંકોએ સતત નવમાં મહિને ફેબ્રુઆરીમાં પોતાના સોનાના ભંડારમાં વધારો કર્યો છે.
ક્યાં સુધી જઈ શકે ભાવ
એમસીએક્સ સોના વાયદા ગત 9 કારોબારી સેશનમાં નવી ઉંચાઈએ પહોંચ્યો છે અને 8.5 ટકા વધ્યો છે. ફેબ્રુઆરી 2024ના અંતથી સોનામાં લગભગ 15 ટકાનો વધારો જોવા મળ્યો છે તથા તેણે આ દરમિયાન લાઈફ ટાઈમ હાઈને પણ સ્પર્શ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં 5 ટકાની વધુ તેજી જોવા મળી શકે છે. સોનાના ભાવ વધીને 75000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી 2.5 ટકા વધીને 85000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે લોકોને ડર એ છે કે સોનું કદાચ એક લાખ રૂપિયા સુધી ના પહોંચી જાય. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એકાએક છેલ્લા 2 મહિનામાં જબરદસ્ત ભાવમાં વધારો થયો છે.
ગ્લોબલ માર્કેટમાં ભાવ
ડોલરમાં મજબૂતી છતાં ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો છે. મીડલ ઈસ્ટમાં તણાવના પગલે કોમેક્સ પર સોનું એકવાર ફરીથી 2400 ડોલર પ્રતિ ઔંસ પાર નીકળી ગયું છે. હાલ સોનામાં લગભગ 20 ડોલરની મજબૂતી છે. ચાંદી 29 ડોલર પ્રતિ ઔંસની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે
આટલો વધી ગયો ભાવ
વર્ષ 2024ની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીએ સોનાનો ભાવ 63302 રૂપિયા હતો. જ્યારે આજે સોનાનો ભાવ 73514 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે જોતા આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 100 દિવસમાં જ 10212 રૂપિયા જેટલો સોનામાં ભાવ વધી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 જાન્યુઆરીએ 73395 રૂપિયા પ્રતિ કિલો હતો જે આજે 83632 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે એટલે કે ચાંદીમાં પણ 10 હજાર રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
સોનાના ભાવવધારા માટે 10 કારણો!
1. ઈઝરાયેલ-ઈરાન, ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન જેવા જિયો પોલીટિકલ તણાવ
2. વૈશ્વિક આર્થિક મંદી
3. કેન્દ્રીય બેંકોની સતત સોનાની ખરીદી અને ભંડારમાં વધારો
4. મોંઘવારીની ચિંતા
5. ફેડરેલ રિઝર્વ દરમાં કાપની આશંકા
6. ફિઝિકલ ગોલ્ડમાં ખરીદી અંગે ઉત્સાહ
7. લાર્જ ઈટીએફ તરફથી ભારે ડિમાન્ડ
8. 2016 બાદથી સોનાના ઉત્પાદનમાં કોઈ ખાસ ફેરફાર નથી.
9. ડી-કોલરાઈઝેશન
10. WGC નું માનવું છે કે 'પેન્શન ફંડ સોનું ખરીદવાનું શરૂ કરી શકે છે.'
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે