Gold Rate Today: સોનાના ભાવમાં વળી પાછો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોનાના ભાવમાં ગઈ કાલે પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે બુધવારે ભાવમાં ભારે કડાકો હતો પરંતુ ત્યારબાદ સાંજે મામૂલી વધારા સાથે ભાવ બંધ થયા હતા પરંતુ આજે એટલે કે 11 ઓગસ્ટે સોનાના ભાવમાં પાછો કડાકો જોવા મળ્યો છે. 

Gold Rate Today: સોનાના ભાવમાં વળી પાછો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે કિંમતી ધાતુઓમાં વળી પાછો કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં વળી પાછો કડાકો જોવા મળ્યો છે. ગઈ કાલે આખો દિવસ કડાકો રહ્યા બાદ સાંજે ભાવ મામૂલી તેજી સાથે બંધ થયા હતા. પરંતુ આજે વળી પાછા ભાવ ગગડીયા છે. 

સોના અને ચાંદીના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 18 રૂપિયાના ઘટાડા સાથે 58891 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સોનાનો ભાવ 58909 રૂપિયા પર બંધ થયો હતો. 916 પ્યોરિટીવાળું સોનું 17 રૂપિયાના ઘટાડા સાથે 53944 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. હાલ ચાંદી 6 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ કિલો 70170 રૂપિયાની સપાટી પર જોવા મળી રહી છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news