Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, પાછા ચડી ગયા ભાવ, ચાંદી સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે 19 ડિસેમ્બર 2023ના રોજ સોનું મોંઘુ થયું છે જ્યારે ચાંદી સસ્તી થઈ છે. સોના અને ચાંદીમાં હાલના દિવસોમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે.

Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, પાછા ચડી ગયા ભાવ, ચાંદી સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે 19 ડિસેમ્બર 2023ના રોજ સોનું મોંઘુ થયું છે જ્યારે ચાંદી સસ્તી થઈ છે. સોના અને ચાંદીમાં હાલના દિવસોમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે સોનું ચડી ગયું છે. લેટેસ્ટ ભાવ જાણવા માટે વાંચો અહેવાલ....

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 121 રૂપિયા ચડીને હાલ 62023 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 111 રૂપિયા વધીને 56813 રૂપિયાની સપાટી પર જોવા મળી રહ્યું છે. ચાંદી જોકે હજુ પણ ગગડી રહી છે. આજે ચાંદી 123 રૂપિયા ગગડીને 73465 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news