Gold Rate Today: ઓ બાપરે! ધનતેરસ બાદ તો સોનાના ભાવમાં જબરદસ્ત વધારો, લેટેસ્ટ રેટ જાણીને ધ્રાસકો પડશે
Latest Gold Rate: કોમોડિટી બજારમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોનું બુધવારે ફરીથી એકવાર નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. આજે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
Trending Photos
ફેસ્ટીવ સીઝનમાં કોમોડિટી બજારમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોનું બુધવારે ફરીથી એકવાર નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. આજે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમાં આજે સોનું નવા હાઈ પર ખુલ્યું અને શરાફા બજારમાં પણ ભારે વધારો જોવા મળ્યો. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ખાસ ચેક કરો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે સોનું 260 રૂપિયાની તેજી સાથે 79,493 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે ગોલ્ડ ફ્યૂચર 79,233 ના ભાવે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 210 રૂપિયાના કડાકા સાથે 98,520 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે કાલે 98,730 પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 936 રૂપિયાના તોતિંગ વધારા સાથે 79,681 રૂપિયાના સ્તરે જોવા મળ્યું જે કાલે 78,745 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 467 રૂપિયાના વધારા સાથે 98,340 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી જે કાલે 97,873 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે