Gold Rate Today: મકર સંક્રાંતિ પહેલા સોનામાં ભારે ઉતાર ચડાવ, ખરીદતા પહેલા જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: HDFC સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે ગ્લોબલ માર્કેટમાં તેજીના કારણે ઘરેલુ બજાર MCX પર કોન્ટ્રાક્ટ ગોલ્ડમાં તેજી જોવા મળી છે. 

Gold Rate Today: મકર સંક્રાંતિ પહેલા સોનામાં ભારે ઉતાર ચડાવ, ખરીદતા પહેલા જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: મકર સંક્રાંતિ પહેલા સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 2049 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.20 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ. HDFC સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે ગ્લોબલ માર્કેટમાં તેજીના કારણે ઘરેલુ બજાર MCX પર કોન્ટ્રાક્ટ ગોલ્ડમાં તેજી જોવા મળી છે. 

MCX પર સોના અને ચાંદીનો ભાવ
MCX પર ફેબ્રુઆી કોન્ટ્રાક્ટવાળું ગોલ્ડ આ અઠવાડિયે 62362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ અઠવાડિયામાં 192 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો. માર્ચ કોન્ટ્રાક્ટવાળી ચાંદીના ક્લોઝિંગ ભાવ આ અઠવાડિયે 72480 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. આ અઠવાડિયામાં 107 રૂપિયાનો ઘટાડો નોંધાયો. 

24 કેરેટ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 182 રૂપિયા વધીને 62515 રૂપિયા પર બંધ થયો હતો. એસોસિએશન દ્વારા જાહેર રજાઓ પર ભાવ જાહેર થતા નથી એટલે કે આજે પણ આજ ભાવ જોવા મળી રહ્યા છે. એ જ રીતે 916 પ્યોરિટીવાળું સોનું 167 રૂપિયા વધીને 57264 ની સપાટીએ જોવા મળ્યો. ચાંદીની વાત કરીએ તો ચાંદી 292 રૂપિયા વધીને 71530ની સપાટીએ શુક્રવારે બંધ થઈ હતી. 

No description available.

મોંઘવારી વધવાથી ફેડના નિર્ણય પર ફરી શંકા
એંજલ વનના કોમોડિટી એનાલિસ્ટ સંદીપ સાવંદ દેસાઈએ કહ્યું કે અમેરિકામાં જે ઈન્ફ્લેશનનો ડેટા આવ્યો છે તે અનુમાન કરતા વધુ રહ્યો. આવામાં એ વાતની સંભાવના જોવા મળી રહી છે કે ફેડરલ રિઝર્વ આટલું જલદી રેટ કટ કરવાનો નિર્ણય લેશે નહીં. તેનાથી ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં મજબૂતી મળી છે. 10 વર્ષના અમેરિકી બોન્ડ યીલ્ડ 3.93 ટકા અને ડોલર ઈન્ડેક્સ 102.44 અંક પર બંધ થયો. અમેરિકી મોંઘવારી ડેટા બાદ 66 ટકા ટ્રેડર્સનું માનવું છે કે ફેડરલ રિઝર્વ રેટ કટ કરશે. પહેલા આ અનુમાન 71 ટકા હતો. 

ક્રુડ ઓઈલનું આઉટલુક નબળું
રેડ સી ક્રાઈસિસ બાદ ક્રુડ ઓઈલમાં તેજી જોવા મળી રહી છે. આ અઠવાડિયે Brent Crude Oil ની કિંમત 78.3 ડોલર પ્રતિ બેરલ પર  બંધ થઈ. ક્રુડ ઓઈલને લઈને CITI રિસર્ચે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમનું અનુમાન છે કે 2024માં તેનો ભાવ 74 ડોલર આસપાસ રહેશે. જૂના અંદાજ મુજબ 75 ડોલર પ્રતિ બેરલ હતો. 2025 માટે ક્રુડનો  ભાવ 10 ડોલર ઘટાડીને 60 ડોલર પ્રતિ બેરલ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે ઓવર સપ્લાયના કારણે કિંમત પર દબાણ હશે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news