Gold Rate Today: સતત ઘટી રહ્યો છે સોનાનો ભાવ, આજે વળી પાછો કડાકો, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં હાલના દિવસોમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. વિદેશી બજારોની સાથે સાથે ઘરેલુ વાયદા બજાર અને બુલિયન માર્કેટમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. રેકોર્ડ તેજી બાજ બંનેના ભાવમાં નરમીના કારણે રોકાણકારોનું ફોકસ US FED ના વ્યાજદરોના નિર્ણય પર છે.

Gold Rate Today: સતત ઘટી રહ્યો છે સોનાનો ભાવ, આજે વળી પાછો કડાકો, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું

સોના અને ચાંદીના ભાવમાં હાલના દિવસોમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. વિદેશી બજારોની સાથે સાથે ઘરેલુ વાયદા બજાર અને બુલિયન માર્કેટમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. રેકોર્ડ તેજી બાજ બંનેના ભાવમાં નરમીના કારણે રોકાણકારોનું ફોકસ US FED ના વ્યાજદરોના નિર્ણય પર છે. જેના પગલે રોકાણકારોની પાસે સસ્તું સોનું ખરીદવાની સારી તક ઉભરી રહી છે. 

ઘરેલુ બજારમાં સોના ચાંદીના ભાવ
MCX પર આજે સોનાનો ભાવ લગભગ 60 રૂપિયાના ઘટાડા સાથે 61123 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આજુબાજુ જોવા મળ્યો. જ્યારે આ મહિનાની શરૂઆતમાં ભાવ 64000 રૂપિયાને પાર ગયો હતો. જો કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનાના  ભાવમાં સારી એવી એક્શન જોવા મળી છે. એ જ રીતે ચાંદી પણ 110 રૂપિયાના ઘટાડા સાથે 71750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 254 રૂપિયા તૂટીને 61023 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 233 રૂપિયા ગગડીને 55897 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 757 રૂપિયા ઘટીને 70818 રૂપિયાની સપાટીએ જોવા મળી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news