15,000 રૂપિયાની લોન, 111 રૂપિયાના સરળ હપ્તાથી ચૂકવણી, ઘરે બેઠા પૈસા મેળવો...જાણો કેવી રીતે લઈ શકશો લાભ

દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ હંમેશા પોતાના યૂઝર્સને યુનિક સર્વિસ આપવાની કોશિશ કરે છે. આ જ કડીમાં પેમેન્ટ એપ ગૂગલ પેએ સામાન્ય માણસોની નાની નાની જરૂરિયાતને પૂરી કરવા માટે સેશે લોનની શરૂઆત કરી છે. 

15,000 રૂપિયાની લોન, 111 રૂપિયાના સરળ હપ્તાથી ચૂકવણી, ઘરે બેઠા પૈસા મેળવો...જાણો કેવી રીતે લઈ શકશો લાભ

દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ હંમેશા પોતાના યૂઝર્સને યુનિક સર્વિસ આપવાની કોશિશ કરે છે. આ જ કડીમાં પેમેન્ટ એપ ગૂગલ પેએ સામાન્ય માણસોની નાની નાની જરૂરિયાતને પૂરી કરવા માટે સેશે લોનની શરૂઆત કરી છે. ગૂગલની આ નાનકડી રજૂઆતથી નાના વેપારીઓને સરળતાથી 15,000 રૂપિયાની લોન મળી જશે. ખાસ વાત એ છે કે તેના માટે કોઈ બેંકના ચક્કર કાપવાની જરૂર પડશે નહીં. ગૂગલે 15,000ના નાનકડા કરજને સેશે લોન નામ આપ્યું છે. 

શું છે આ સેશે લોન
સેશે લોન એક પ્રકારની નાનકડી અને પ્રી અપ્રુવ્ડ લોન હોય છે. તેનો સમયગાળો 7 દિવસથી લઈને 12 મહિના સુધીનો હોય છે. ગૂગલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. ગૂગલે કહ્યું કે અમે હંમેશા જોયું છે કે નાના વેપારીઓને મોટાભાગે નાની લોન અને સરળ ચૂકવણીના વિકલ્પો સાથે કરજ મેળવવાની ઈચ્છા હોય છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે Google Pay, @DMIFinance સાથે સેશે લોન શરૂ કરી રહ્યું છે. તેમાં 15,000 રૂપિયાની લોન મળશે અને તેને 111 રૂપિયાના સરળ હપ્તાથી ચૂકવી શકાશે. 

ગૂગલની આ સુવિધા એવા યૂઝર્સ માટે ફાયદાકારક રહેશે જે રોજ વેપાર કરીને દરરોજ પ્રમાણે કરજની ચૂકવણી કરવા ઈચ્છે છે. ગૂગલે લોન આપવા માટે 4 બેંક આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા, ફેડરલ અને એચડીએફસી બેંક સાથે કરાર કર્યો છે. 

To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA

— Google India (@GoogleIndia) October 19, 2023

કેવી રીતે મળશે લોન?

જો કે ગૂગલે આ લોન સર્વિસ હાલ ટિયર 2 શહેરોમાં શરૂ કરી છે. એવા લોકો કે જેમની માસિક આવક 30,000 રૂપિયા છે. તેઓ સરળતાથી સેશે લોન મેળવી શકે છે. આ લોન સુવિધાનો લાભ તમે  કેવી રીતે મેળવી શકશો તે પણ ખાસ જાણો.

- સૌથી પહેલા Google Pay for Business એપ ખોલો અથવા તો ડાઉનલોડ કરો. 

- ત્યારબાદ લોન સેક્શનમાં જઈને ઓફર્સ ટેબ પર ક્લિક કરો. 

- લોનની રકમ નોંધીને આગળ વધો. ત્યારબાદ તમે લેન્ડિંગ પાર્ટનરની સાઈટ પર રિડાયરેક્ટ થઈ જશો. 

- અહીં KYC સહિત બધા સરળ સ્ટેપ્સ પૂરા કર્યા બાદ તમને લોન મળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news