medicine

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અંગે ગુડ ન્યૂઝ! ધીમો પડી રહી છે કોરોનાની સ્પીડ, WHO એ શેર કર્યો નવો ડેટા

6 અઠવાડિયા પછી આફ્રિકામાં ચાલી રહેલી ઓમિક્રોન વેરિઅન્ટની ચોથી લહેર હવે ઓછી થવા લાગી છે. 11 જાન્યુઆરી સુધીમાં આફ્રિકામાં 10.2 મિલિયન COVID-19 કેસ સામે આવ્યા હતા. દક્ષિણ આફ્રિકા, જ્યાં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો

Jan 16, 2022, 02:55 PM IST

BHAVNAGAR: હવે નહીં ભુલાય દવા લેવાનું, એન્જિન્યરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું MEDMINDER

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના મતે વિશ્વમાં 50 % લોકો સમયસર દવા લેતા નથી. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી એન્જિન્યરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિન્યરિંગ વિભાગના વિધાર્થીઓ ગોહેલ ધાર્મિક અને ગોહિલ શિવભદ્રસિંહ દ્વારા એક એવું મશીન બનાવ્યું છે

Oct 23, 2021, 11:28 PM IST

શરદી-ઉધરસ, તાવ, માથું દુખવું, એસિડીટીમાં જાતે જ દવા લઈ લેતા લોકો માટે મોટી ખબર સામે આવી

સામાન્ય બીમારી કે દુખાવામાં લોકો જાત ડોક્ટર બની જતા હોય છે. પરંતુ તેમને નથી ખબર કે ચાર પૈસા બચાવવાનો તેમનો આ નુસ્ખો કેટલો જોખમી બની શકે છે. જાતે જ નક્કી કરીને દવા લેવી તમારા શરીરને વધુ મોટી બીમારીનું ઘર બનાવી શકે છે. સામાન્ય શરદી-ઉધરસ, તાવ, માથું દુખવું, એસિડીટી થાય તો જાતે જ દવા લઈ લેતા લોકો માટે મોટી ખબર સામે આવી છે. દેશભરમાં 7 દિવસ સુધી નેશનલ ફાર્મોકોવિજીલન્સ વિક તરીકે ઉજવાયું, જેમાં જાતે જ દવા લેતા દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. જે દર્દીઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના જ દવા લે છે તેમના પર ચર્ચા કરવામાં આવી. ખોટી દવા લેવાય, દવાનો ડોઝ વધારે લેવાઈ જાય, ડોઝ લેવાની પદ્ધતિ ખોટી હોવાથી સર્જાઈ રહેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ. 

Sep 30, 2021, 11:01 AM IST

એક્સપાયરી આયુર્વેદિક દવાની તપાસ તેજ, સીરપમાં કરાયો અમદાવાદની કંપનીના FSSAIનો ઉપયોગ 

  • આરોપી પરેશ પટેલ, પત્ની સહિત ત્રણ આરોપીઓ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર
  • પરેશ પટેલ અગાઉ પણ 2008માં બોગસ તબીબ તરીકે ઝડપાયો હતો
  • તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવા પોતાના નામ આગળ ગેઝેટમાં 'ડોકટર' લખાવ્યું

 

Sep 6, 2021, 11:18 AM IST

VADODARA માં આવ્યો એક નવો વાયરસ, તેની દવા નહી મળે તો ખેડૂતોની કમર તુટી જશે

પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકમાં વાઇરસની દહેશત. પ્રથમ વાર પાકમાં વાઇરસના ચિહ્નો દેખા દેતા ખેડૂતોના પાક ફેલ જવાની ખેડૂતોને ચિંતા પેઠી છે. પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસ કરમાવા લાગ્યો છે. જ્યારે કપાસના પાક પર પાન અને તેની સાઈઝ કરતા વધારે લાંબા થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાયની માગ કરી છે. 

Aug 23, 2021, 10:35 PM IST

બે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયા, એલોપેથી દવા ઝડપાયો

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના બોગસ તબીબો (Bogus Doctor) હાટડીઓ ખોલી બેસી જાય છે. કયારેય આવા તબીબોના ઉંટવૈધુ સમી સારવાર દર્દીઓ માટે જોખમી સાબિત થતી હોય છે.

May 30, 2021, 06:59 PM IST

'હકિકત છે કે દિલ્હીમાં ઓક્સિજન નથી, મહારાષ્ટ્ર-ગુજરાતની પણ આ જ સ્થિતિ', SC એ કેંદ્રને પૂછ્યો પ્રશ્ન

જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે હું મેં ગાજિયાબાદમાં ગુરૂદ્વારા લંગર વિશે વાંચ્યું, લોકો ચેરિટી કરી રહ્યા છે, પરંતુ ફક્ત અમે ચેરિટી પણ છોડી શકતા નથી, વેક્સીનનું મૂલ્ય નિર્ધારણનો મુદો અસાધારણ રૂપથી ગંભીર છે. 

Apr 30, 2021, 03:36 PM IST

ચા ન પીવી જોઈએ તેવી તો ઘણી વાતો સાંભળી, હવે જાણો ચાના અધધધ ફાયદા

ગુજરાતીઓ માટે 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે. મિત્રો સાથે ગપાટાં મારવા માટે ચા થી સારું કોઈ બહાનું હોતું નથી. એ જ કારણ છેકે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દુનિયાભરમાં સૌથી વધારે ચા પીવાય છે.

Dec 16, 2020, 11:19 AM IST

સંયુક્ત રાષ્ટ્રનો ઐતિહાસિક ચુકાદો, ભાંગને દવા તરીકે આપી માન્યતા, જાણો શું થશે ફાયદો

સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત માદક પદાર્થોની લિસ્ટમાંથી કાઢવા માટે મતદાન થયું હતું. તેમાં 27 સભ્યોએ પક્ષમાં અને 25 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
 

Dec 3, 2020, 04:53 PM IST

ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી

કોરોનાને દર્દી માટે અતિ મહત્વના એવા ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીનો મામલો ગરમાયો છે. રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચ્યુ તેનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટનું નામ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. હોસ્પિટલમાં કામ કરતા ઘનશ્યામ વ્યાસ પર હોસ્પિટલના પ્રિસ્ક્રીપ્શનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. 40 હજારનું ઈન્જેક્શન 57 હજારમાં વેચવાના કૌભાડમાં સિવિલ કેમ્પસમાં આવેલા ટીબી હોસ્પિટલના સ્ટોરમાં ફાર્મસિસ્ટ તરીકે કાર્યરત ઘનશ્યામ વ્યાસની સંડોવણી બહાર આવી છે. ગઈકાલ સુધી સમયસર ટીબી વિભાગમાં પોતાની ઓફિસે આવતા ઘનશ્યામ વ્યાસ આજે ગેરહાજર જોવા મળ્યા. 

Jul 9, 2020, 01:12 PM IST

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા 

રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં એજન્સીએ ગ્રાહકને આપ્યું હતું. ત્યારે આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ આ અંગે કહ્યું કે, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાજ્યને વ્યાજબી અને ગુણવત્તા વળી દવા મળે તે માટે કટિબદ્ધ છે. બે દવાઓના સારા પરિણામ મળી રહ્યા છે. મોડરેટ અને સિવીયર પેશન્ટ માટે જ આ દવા ઉપયોગી છે. હાલની મહામારીના સમયમાં જરૂરિયાત મંદને દવા મળે તે જરૂરી છે. દવાઓ મેળવવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરે છે. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન વ્યક્તિના આધારે વધારે ભાવમાં વેચાતું હતું. વધારે ભાવમાં દવા બોગસ ગ્રાહકને ઉમા કેજરીવાલે વેચી હતી. અમે પ્રશ્નો પૂછતા તે દવા બાબતે યોગ્ય જવાબ આપી શકી ન હતી. રિટેલ દવા ન વેચી શકે. અમદાવાદમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિ પાસેથી તે દવા ખરીદતી હતી. સિવિલના ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપશન મેળવી ઇન્જેક્શન મેળવતી હતી. 5 હજારના નફા ચઢાવી દવા વેચાતી હતી તેવું પ્રાથમિક તપાસમા ખૂંલ્યું છે. તેની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. કાયદા ના ભંગ બદલ તપાસ કરવામાં આવી રહી છે. 

Jul 9, 2020, 11:37 AM IST

કોરોના દર્દી માટે વપરાતી અત્યંત જરૂરી દવાનું સુરતમાં ગેરકાયદેસર વેચાણનો થયો પર્દાફાશ

વર્તમાન સ્થિતિમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આ દર્દીઓની સારવાર માટે ICMRની માર્ગદર્શીકા મુજબ Moderate Conditionમાં ઓક્સિજનની જરૂરિયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતિમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળા બજારી થતી હોવાની ફરિયાદના આધારે ખોરાક અને ઔષદ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે.

Jul 8, 2020, 10:15 PM IST

ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા દવાઓની ફ્રી ડિલિવરી, લોકોને મળી મોટી રાહત

કોરોના સંકટમાં પોસ્ટ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા દવાઓની ડિલિવરી શરૂ કરવામાં આવી છે જેમાં નાગરિકોને દવાઓ હોમ ડિલિવરીમાં મળશે. વિભાગ દ્વારા 10 હજાર કિલો જેટલી દવાઓની ડિલિવરી કરવામાં આવી છે. આ સિવાય પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 હજાર માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. આ માસ્ક કર્મચારીઓને અને ગરીબ નાગરિકોને વિનામૂલ્યે આપશે.

Apr 17, 2020, 04:19 PM IST

કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓની સારવાર માટે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સાથે સાથે એઝીથ્રોમાઈસીન આપવાની ભલામણ કરી છે.

Apr 1, 2020, 08:24 AM IST

કોરોનાના ઇલાજમાં કારગર છે આ દવા, સરકારે રિટેલ સેલ પર મૂક્યો પ્રતિબંધ

આ દવાનો ઉપયોગ મેલેરિયાની સારવાર માટે થાય છે

Mar 27, 2020, 09:52 AM IST
Side Effects Of Medicine To 100 Children In Palasana Of Surat PT3M6S

સુરતના પલસાણામાં 100 બાળકોને દવાની આડઅસર

પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીના બાળકોને પ્રાઇવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલ દવાને કારણે બાળકોને આડઅસર થઇ છે. આશરે 250થી વધુ બાળકોને દવા આપવામાં આવી હતી. હાલ ફેલાઈ રહેલા વાઇરસને રોકવાનું કહી દવા આપવામાં આવી હતી. 250માંથી 100 જેટલા બાળકોને દવાની આડઅસર થઈ છે.

Feb 6, 2020, 06:25 PM IST

હવે મોંઘી થશે દવાઓ, બાળકોની વેક્સિન સહિત 21 જરૂરી દવાઓના ભાવ 50% વધારવાની મંજૂરી

ખાણીપીણીનો સામાન બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ 21 જરૂરી દવાઓના ભાવ વધારાની પરવાનગી આપી દીધી છે. આ ભાવ 50 ટકા સુધી વધારવામાં આવશે. માર્કેટમાં મહત્વપૂર્ણ દવાઓની સપ્લાઇને ધ્યાનમાં રાખતા ના નિર્ણય લેવામાં આવ્યો છે.

Dec 14, 2019, 12:37 PM IST

દવાના પત્તા પર લાલ લીટી હોય સાવધાન... ડોક્ટરને પૂછ્યા વગર સેવન ન કરતા, ખાસ જાણો અર્થ

એવું કહેવાય છે કે ડોક્ટરની સલાહ વગર દવા લેવી જોઈએ નહીં. જો તમે બીમાર હોવ કે પછી તમને સ્વાસ્થ્ય સંબંધે કોઈ સમસ્યા હોય તો તરત ડોક્ટરને દેખાડો અને તેમણે જણાવેલી દવાનું સેવન કરો.

Oct 22, 2019, 03:49 PM IST
Gamdu Jage Chhe: FARTILISER MADICINE SPEALIST PT12M

ગામડું જાગે છેઃ જુઓ ખેડૂતોને આ જીવાત દૂર કરવા માટેના ઉપાયની માહિતી

ખેડૂતોને આ જીવાત દૂર કરવા માટેના ઉપાયની માહિતી મળશે. પાક સંરક્ષણ નિષ્ણાત જીતેન્દ્ર વ્યાસ ખેડૂતોને કયા પાકમાં કઈ જીવાતને દૂર કરવા કેવા ઉપાય કરવા તેની માહિતી આપશે. અને ખેડૂતો વતી અમારા સંવાદદાતા ઉદય રંજન ખેડૂતોને મૂંઝવતા સવાલ પૂછશે.

Jul 25, 2019, 08:10 PM IST