Q4 Results: ગુજરાતી કંપનીને 3 મહિનામાં થયો ₹410 કરોડનો નફો, શેરધારકોને આપશે 283% ડિવિડેન્ડ

Gujarat Gas Q4 Results, Dividend: એક્સચેન્જ ફાઈલિંગ પ્રમાણે FY24 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 11 ટકા વધ્યો છે. આ દરમિયાન કંપનીના રેવેન્યૂમાં પણ ઉછાળ જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 50800 નવા ગ્રાહકો જોડ્યા છે. 

Q4 Results: ગુજરાતી કંપનીને 3 મહિનામાં થયો ₹410 કરોડનો નફો, શેરધારકોને આપશે 283% ડિવિડેન્ડ

અમદાવાદઃ Gujarat Gas Q4 Results, Dividend: બજાર બંધ થયા બાદ દેશની સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની ગુજરાત ગેસ (Gujarat Gas)ના પરિણામ જાહેર થયા છે. એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર FY24 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 11 ટકા વધ્યો છે. આ દરમિયાન કંપનીના રેવેન્યૂમાં પણ વધારો જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 50800 નવા ગ્રાહકો જોડ્યા છે. પરિણામની સાથે ગેસ કંપનીએ ઈન્વેસ્ટરો માટે ડિવિડેન્ડની જાહેરાત કરી છે.

Gujarat Gas Q4 Results: કેવું રહ્યું પરિણામ
સ્ટોક એક્સચેન્જ BSE ને આપેલી જાણકારી પ્રમાણે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 11 ટકા વધી 410 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં પ્રોફિટ 369 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેશનલ રેવેન્યૂ 4,293.86 કરોડ રૂપિયા રહ્યું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,073.82 કરોડ રૂપિયા હતું. 

એક્સચેન્જ ફાઈલિંગ પ્રમાણે Q4FY24 કંપનીએ અત્યાર સુધીનો સૌથી વધુ 
CNG વેલ્યૂ 2.89 mmscmd વેચ્યો છે. FY24 માં વાર્ષિક વોલ્યુમ ગ્રોથ 12 ટકા વધ્યો છે. નાણાકીય વર્ષ 2023-2024માં કંપનીએ 187000 નવા ગ્રાહકો જોડ્યા છે. 

Gujarat Gas Dividend Details
ગુજરાત ગેસના બોર્ડે પરીણામની સાથે શેરધારકોને ડિવિડેન્ડની ભેટ આપી છે. બોર્ડે 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 5.66 રૂપિયા એટલે કે 283% પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત કરી છે. સોમવાર (6 મે) એ ગુજરાત ગેસના શેર 2.24 ટકા વધી 547.65 ના સ્તર પર બંધ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news