નવા વર્ષના પહેલા જ દિવસે આ બેંકે પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

દેશના સૌથી મોટા કર્જદાતા અને મોર્ગેજ લોનના મામલે HDFCની પ્રતિસ્પર્ધિ એસબીઆઈએ 10 ડિસેમ્બર 2018ના રોજ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો.

નવા વર્ષના પહેલા જ દિવસે આ બેંકે પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: HDFC બેંકે નવા વર્ષના પહેલા જ દિવસે પોતાના ગ્રાહકોને જોરદાર આંચકો આપ્યો છે. હોમ લોન આપતી આ કંપનીએ RPLRમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. તેનાથી નવા ગ્રાહકો માટે હોમ લોન મોંઘી થઈ જશે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વધારાથી વિભિન્ન સ્લેબોમાં લોનના વ્યાજ દર 8.90 ટકાથી 9.15 ટકા વચ્ચે થઈ જશે. 

HDFC બેંકના નવા વ્યાજ દરો પહેલી જાન્યુઆરી 2019થી પ્રભાવી થઈ ગયા છે. હવે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન 8.95 ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ થશે. મહિલાઓ માટે આ વ્યાજ દર 8.90 ટકા રહેશે. જ્યારે 30 લાખ રૂપિયાથી વધુ અને 75 લાખ રૂપિયાથી ઓછીની હોમ લોન 9.10 ટકા વ્યાજ દરે મળશે. મહિલાઓ માટે આ વ્યાજદર 9.05 ટકા રહેશે. 

દેશના સૌથી મોટા કર્જદાતા અને મોર્ગેજ લોનના મામલે HDFCની પ્રતિસ્પર્ધિ એસબીઆઈએ 10 ડિસેમ્બર 2018ના રોજ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો. એક વર્ષની સમયમર્યાદા માટે MCLR 8.50 ટકાથી વધારીને 8.55 ટકા કરી દેવાયો હતો. જ્યારે બે વર્ષના MCLR 8.60 ટકાથી વધીને 8.65 ટકા કરાયો હતો. ત્રણ વર્ષના સમય માટેની MCLRને 8.70 ટકાથી વધારીને 8.75 ટકા કરાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news