Holi પહેલા સરકાર આપી રહી છે 10,000 રૂપિયા એડવાન્સમાં, જાણો શું છે યોજના
કેન્દ્રીય કર્મચારીઓની (Central Govt Employees) હોળી આ વખતે વધુ રંગીન અને ખુશહાલી ભરી થવાની છે. મોદી સરકારે તેના કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ રજૂ કરી છે
Trending Photos
નવી દિલ્હી: Holi Festival Advance Scheme: કેન્દ્રીય કર્મચારીઓની (Central Govt Employees) હોળી આ વખતે વધુ રંગીન અને ખુશહાલી ભરી થવાની છે. મોદી સરકારે તેના કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ રજૂ કરી છે. ખરેખર, 29 માર્ચે હોળી છે, મહિનાના અંતેમાં સામાન્ય રીતે કર્મચારીઓનો પગાર EMI તરફ જાય છે અને ઘરના બાકીના ખર્ચ. તેથી કર્મચારીઓ હોળીનો તહેવાર ખુશીઓ સાથે પસાર થાય, તેમને પૈસાને લઇ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં, તેથી એક સ્પેશિયલ એડવાન્સ સ્કીમ ઓફર કરવામાં આવે છે.
હોળી માટે મળશે 10,000 રૂપિયા એડવાન્સ
આ પગલું એટલા માટે પણ વધારે ખાસ છે કેમ કે, 7 મા પગારપંચમાં (7th Pay Commission) ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ સામેલ નહોતી, જ્યારે છઠ્ઠા પગારપંચમાં એડવાન્સ સ્કીમ અંતર્ગત 4500 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારના કર્મચારી 10,000 રૂપિયા સુધી એડવાન્સ લઈ શકે છે. સૌથી સારી વાત એ છે કે, તેના પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ (Special Festival Advance Scheme) કર્મચારીઓ માટે 31 માર્ચ 2021 સુધી ખુલ્લી છે.
10 હપ્તામાં પરત કરી શકશો આ રકમ
અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામણે (Finance Minister Nirmala Sitharaman) કહ્યું હતું કે, તહેવારો માટે આપવામાં આવતું આ એડવાન્સ પ્રી લોડેડ (Pre Loaded) હશે. આ નાણાં પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓના ATM માં હાજર રહેશે. ફક્ત તેઓએ ખર્ચ કરવો પડશે. કર્મચારી 10 હપ્તામાં 10,000 રૂપિયાની આ રકમ પરત આપી શકે છે.
કર્મચારીઓને પ્રીપેડ RuPay કાર્ડમાં મળશે 10,000 રૂપિયા
આ એડવાન્સ તમામ કેન્દ્રીય કર્મચારીઓને પ્રીપેડ RuPay કાર્ડ દ્વારા આપવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારો પાસે પણ કેન્દ્ર સરકારની જેમ તેમના કર્મચારીઓને ફેસ્ટિવલ એડવાન્સ આપવાનો વિકલ્પ હશે. છઠ્ઠા પગારપંચમાં કર્મચારીઓને 4500 રૂપિયા તહેવારની એડવાન્સ આપવાની જોગવાઈ હતી. નોન-ગેઝેટેડ અધિકારીઓ અને કર્મચારીઓ આ એડવાન્સનો લાભ લઈ શકશે.
31 માર્ચસુધી ખર્ચ કરવાના રહેશે
હવે સરકારે એડવાન્સની રકમ વધારીને 10,000 રૂપિયા કરી દીધી છે. જેનો સાતમા પગારપંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ રકમ ફક્ત આ નાણાકીય વર્ષ માટે જ ખર્ચ કરવાની છે અને 31 માર્ચ, 2021 સુધી, ત્યાં જે પણ નાણાં છે. આ પહેલા કેન્દ્ર સરકારે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ બાકી પડતર મોંઘા ભથ્થા અને મોંઘવારી રાહત આપવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે