આ 3 બેંકમાં તમારા રૂપિયા હોય તો કોઈ ચિંતા નહીં! પોતે ડૂબશે નહીં અને ડૂબવા દેવાશે પણ નહીં
એવું નથી કે બેંકોમાં રાખેલા પૈસા ડૂબતા નથી. બેંક પણ ધરાશાયી થઈ જાય છે. વર્ષ 2023માં અમેરિકામાં 4 બેંક ડૂબી ગઈ. ભારતના બેંકિંગ સિસ્ટમ મજબૂત હોવાથી આ પ્રકારની કોઈ આશંકા તો હાલ દૂર દૂર સુધી દેખાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં 3 બેંક એવી છે જે પોતે ક્યારેય ડૂબે તેવી નથી કે સરકાર પણ તેને ડૂબવા દેશે નહીં.
Trending Photos
Top 3 Safest Bank In India: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકો સાથે ઘણી મોટી આબાદી જોડાયેલી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રધાનમંત્રી જનધન યોજના, સબસિડીના પૈસા સીધા બેંકના ખાતામાં આવવા અને લોકોમાં વધેલી જાગૃતતાના કારણે બેંકો ખાતાધારકોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. દેશમાં બેંકોમાં રાખેલા પૈસાને લોકો સુરક્ષિત ગણે છે જેનું ઉદાહરણ બેંક એફડી છે. જે લોકોની આવી જ ધારણાના કારણે એક લોકપ્રિય રોકાણનો વિકલ્પ બનેલો છે. એવું નથી કે બેંકોમાં રાખેલા પૈસા ડૂબતા નથી. બેંક પણ ધરાશાયી થઈ જાય છે. વર્ષ 2023માં અમેરિકામાં 4 બેંક ડૂબી ગઈ. ભારતના બેંકિંગ સિસ્ટમ મજબૂત હોવાથી આ પ્રકારની કોઈ આશંકા તો હાલ દૂર દૂર સુધી દેખાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં 3 બેંક એવી છે જે પોતે ક્યારેય ડૂબે તેવી નથી કે સરકાર પણ તેને ડૂબવા દેશે નહીં.
તેનો અર્થ એ થયો કે આ બેંકોમાં રાખેલા પૈસાને હાલ રત્તિભર પણ જોખમ નથી. ભારતની સૌથી સુરક્ષિત બેંકોમાં એક સરકારી અને બે પ્રાઈવેટ બેંક સામેલ છે. ભારતીય રિઝર્વ બેંક મુજબ દેશની જે બેંકોના ડૂબવાની જરાય શક્યતા નથી તે છે ભારતીય સ્ટેટ બેંક, ICICI બેંક અને HDFC બેંક. આ ત્રણેય બેંકોને D-SIB એટલે કે ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંકનો દરજ્જો મળેલો છે. જેનો અર્થ થાય કે એવી બેંક જે દેશની અર્થવ્યવસ્થા માટે એટલી જરૂરી હોય છે કે તેનું ડૂબી જવું સરકાર ક્યારેય ચલાવી શકે નહીં. તેમના ડૂબવાથી દેશની અર્થવ્યવસ્થા કડડભૂસ થઈ શકે છે. આવી બેંકો માટે 'ટુ બિગ ટુ ફેલ' (Too big To Fail) શબ્દપ્રયોગ પણ કરી શકાય.
આરબીઆઈનું D-SIB લિસ્ટ
બેંકોને D-SIB જાહેર કરવાની વ્યવસ્થા 2008ની આર્થિક મંદી બાદ શરૂ થઈ. ત્યારે અનેક દેશોની ઘણી મોટી બેંકો ડૂબી ગઈ હતી. જેના કારણે લાંબા સમય સુધી આર્થિક સંકટ રહ્યું હતું. 2015 થી RBI દર વર્ષે D-SIB ની યાદી કાઢે છે. 2015 અને 2016 માં ફક્ત SBI અને ICICI બેંક D-SIB હતી. 2017થી HDFC ને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી. જો કોઈ બેંક D-SIB હોય તો RBI પોતાના કડક રેગ્યુલેશન્સથી એ સુનિશ્ચિત કરે છે કે તે બેંક મુશ્કેલમાં મુશ્કેલ આર્થિક ઈમરજન્સી માટે તૈયાર રહે.
ભારતીય રિઝર્વ બેંક દેશની તમામ બેંકોને તેમના પ્રદર્શન અને કસ્ટમર બેસના આધારે સિસ્ટમેટિક ઈમ્પોર્ટન્સ અંક આપે છે. કોઈ બેંકે D-SIB તરીકે લિસ્ટ થવું હોય તો તે માટે જરૂરી છે કે તેની સંપત્તિ રાષ્ટ્રીય જીડીપીના 2 ટકાથી વધુ હોય. બેંકના ઈન્પોર્ટન્સના આધારે D-SIB ને પાંચ અલગ અલગ બકેટમાં રાખવામાં આવે છે. બકેટ ફાઈવનો અર્થ સૌથી વધુ ઈમ્પોર્ટન્ટ બેંક, જ્યારે બકેટ વનનો અર્થ છે ઓછી ઈમ્પોર્ટન્ટ બેંક. હાલ SBI બકેટ થ્રીમાં છે. જ્યારે HDFC અને ICICI બેંક બકેટ વનમાં છે.
D-SIB કરે છે ખાસ ઈન્તેજામ
ભારતીય રિઝર્વ બેંક D-SIB બેંકો પર આકરી નજર રાખે છે. આ બેંકોએ બાકી બેંકોની સરખામણીમાં એક મોટી કેપિટલ બફર રાખવાની હોય છે. જેથી કરીને મોટી ઈમરજન્સી આવતા કે કોઈ નુકસાન જાય તો પણ તેને પહોંચી શકાય. કેપિટલ બફરની સાથે સાથે એવી બેંકોએ કોમન ઈક્વિટી ટિયર 1(CET1) કેપિટલ નામનું એક એડિશનલ ફંડ પણ રાખવું પડે છે. RBI ની લેટેસ્ટ ગાઈડલાઈન મુજબ SBI એ પોતાના રિસ્ક વેટેટ એસેટ(RWA) ના 0.60 ટકા CET1 કેપિટલ તરીકે રાખવી જરૂરી છે. જ્યારે ICICI અને HDFC બેંકે 0.20 ટકા એડિશનલ CET1 તરીકે રાખવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે