Credit Card લઈ તો લીધુ પણ વાપરતા નથી? ચૂકવવી પડી શકે છે આ મોટી કિંમત!

Credit Card Apply: લોકો વચ્ચે ક્રેડિટ કાર્ડનું ચલણ એટલું વધી ગયું છે કે હવે તો લોકો પાસે એક કરતા પણ વધુ ક્રેડિટ કાર્ડ રહેતા હોય છે. પણ જો તમે કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરતા હોવ તો તમારે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે. જાણો  તેના વિશે...

Credit Card લઈ તો લીધુ પણ વાપરતા નથી? ચૂકવવી પડી શકે છે આ મોટી કિંમત!

Credit Card Update: આજના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખુબ વધી ગયો છે. ક્રેડિટ કાર્ડ  દ્વારા લોકોને અનેક પ્રકારની ઓફર મળતી હોય છે. જ્યારે આ ઓફર દ્વારા લોકો ખરીદી પણ કરતા હોય છે. એવું અનેકવાર જોવા મળે છે કે લોકો પાસે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ હોય છે. આવામાં લોકો અનેકવાર પોતાના ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરતા હોતા નથી. જેનાથી લોકોએ નુકસાન ઉઠાવવું પડે છે. જો તમે પણ તમારી પાસે વધુ ક્રેડિટ કાર્ડ હોય અને તેનો ઉપયોગ ન કરતા હોવ તો ખાસ જાણો કે તમને કયા નુકસાન થઈ શકે છે. 

ક્રેડિટ સ્કોર
આજના સમયમાં લોન લેવા માટે અને આર્થિક રીતે સારી રેપ્યુટેશન માટે ક્રેડિટ સ્કોર જોવામાં આવતો હોય છે. ક્રેડિટ સ્કોર જો સારો કરવો હોય કે સુધારવો હ ોય તો તેના માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થતો હોય છે. રેગ્યુલર રીતે ક્રેડિટ કાર્ડના પેમેન્ટની ચૂકવણી થતી હશે અને બરાબર વપરાતું હશે તો ક્રેડિટ સ્કોર સારો રહેશે. પરંતુ જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હશે અને તેનો કોઈ ઉપયોગ થતો નહી હોય તો તેનાથી ક્રેડિટ સ્કોર પર અસર પણ પડી શકે છે તથા ક્રેડિટ સ્કોરમાં થોડો ઘટાડો પણ થઈ શકે છે. 

ઈનએક્ટિવિટી ચાર્જ
અનેક કંપનીઓ એવી પણ છે જે કેટલાક ક્રેડિટ કાર્ડ પર ઈનએક્ટિવિટી ચાર્જ પણ લગાવતી હોય છે. આવામાં જો તમારી પાસે જે કાર્ડ હોય તે એ કેટેગરીમાં આવતું હોય અને તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરતા હોવ તો તેના ઉપર પણ ઈનએક્ટિવિટી ચાર્જ લાગી શકે છે. 

વાર્ષિક ચાર્જ
ક્રેડિટ કાર્ડ જ્યારે ઈશ્યું થાય છે ત્યારે તેના પર જોઈનિંગ ચાર્જ લાગે છે. તેની સાથે જ વાર્ષિક ચાર્જ પણ લાગે છે. આ સાથે જ લોકોને ક્રેડિટ કાર્ડ પર એક મર્યાદા પણ જણાવવામાં આવતી હોય છે કે જો તેઓ એક વર્ષની અંદર નિશ્ચિત રકમ સુધીની ચૂકવણી કરશે તો તેમના ક્રેડિટ કાર્ડનું વાર્ષિક ચાર્જ માફ થઈ જશે. આવામાં જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરતા હોવ તો આ વાર્ષિક ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે. 

રિવોર્ડ અને ડિસ્કાઉન્ટનું નુકસાન
ક્રેડિટકાર્ડ પર જો તમને કોઈ રિવોર્ડ મળ્યો હોય કે પછી કોઈ ઓફર હેઠળ તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું હોય પરંતુ તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરતા વો તો રિવોર્ડ કે ડિસ્કાઉન્ટના બેનિફિટ પણ તમે ઉઠાવી શકશો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news