માલદીવ-ભારત વિવાદ વચ્ચે આ ગુજરાતી કંપનીના શેરોમાં ભારે ઉછાળો, રોકાણકારો થયા માલામાલ

લક્ષદ્વીપનું મોટું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શન શેર બજારમાં એક કંપનીના શેરોમાં જબરદસ્ત તેજી બાદ જોવા મળ્યું. આ કોઈ મજાક નથી. લક્ષદ્વીપ વિવાદ વચ્ચે શેર બજારમાં એક કંપનીના શેરોમાં 47 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો.

માલદીવ-ભારત વિવાદ વચ્ચે આ ગુજરાતી કંપનીના શેરોમાં ભારે ઉછાળો, રોકાણકારો થયા માલામાલ

લક્ષદ્વીપનું મોટું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શન શેર બજારમાં એક કંપનીના શેરોમાં જબરદસ્ત તેજી બાદ જોવા મળ્યું. આ કોઈ મજાક નથી. લક્ષદ્વીપ વિવાદ વચ્ચે શેર બજારમાં એક કંપનીના શેરોમાં 47 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો. આ ઉછાળો ત્રણ કારોબારી દિવસમાં થયો છે. વાસ્તવમાં આ કંપનીને લક્ષદ્વીપમાં 50 ટેન્ટ લગાવવાનો ઓર્ડર મળ્યો છે. આ કંપનીનું નામ પ્રવેગ લિમિટેડ છે. પીએમ મોદીના લક્ષદ્વીપ જવા અને ત્યારબાદ માલદીવ સાથે વિવાદ ઊભો થવાની સ્થિતિમાં કંપનીના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે. મંગળવારે પણ આ કંપનીના શેરોમાં લગભગ 20 ટકાનો વધારો જોવા મળ્યો. જાણો આ કંપનીના શેરોમાં કેટલો વધારો થયો છે. 

ક્યારથી શરૂ થઈ તેજી
પર્યટન સ્થળોમાં પોતાના લક્ઝરી ટેન્ટ રિસોર્ટ માટે જાણીતી પ્રવેગ કંપનીના શેરોમાં ફક્ત 3 કારોબારી દિવસોમાં 47 ટકાનો વધારો જોવા મળ્યો. જેના કારણે કંપનીના શેર આજે નવા રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. સ્ટોકમાં તેજીની શરૂઆત ત્યારે થઈ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે લક્ષદ્વીપના બીચ પર આનંદ માણતા પોતાના પ્રવાસ દરમિયાન સ્નોર્કલિંગની કોશિશ ક રતી તસવીરો પોસ્ટ કરીને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. શુક્રવારે પ્રવેગના શેરોમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો. સોમવારે આ તેજી વધી ગઈ અને સ્ટોક 17.5 ટકાના ઉછાળા સાથે બંધ થયો. કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #BoycottMaldives અને #ChaloLakshadweep ટ્રેન્ડ થવા લાગ્યા. 

50 ટેન્ટનો ઓર્ડર
વિવાદ ત્યારે પણ શરૂ થયો જ્યારે માલદીવના રાજનેતાઓએ પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણીઓ  કરી અને તેમની લક્ષદ્વીપની યાત્રાની મજાક ઉડાવી. બાદમાં માલદીવ સરકારે પીએમ મોદી પર અયોગ્ય ટિપ્પણી કરનારા 3 મંત્રીઓને સસ્પેન્ડ કરી નાખ્યા. ત્યારબાદ પ્રવેગના શેરોમાં વધારો જોવા મળ્યો. જેનું મુખ્ય કારણ એ છે કે ગત મહિને લક્ષદ્વીપના અગત્તી દ્વીપ પર ઓછામાં ઓછા 50 ટેન્ટ લગાવવાનો, દેખરેખનો અને મેનેજ કરવાનો ઓર્ડર મળ્યો હતો. રિસોર્ટ્સ લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઈવિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, કોર્પોરેટ ફંક્શન વગેરે જેવી કોમર્શિયલ એક્ટિવિટીઝ પણ ઓફર કરશે. કંપનીએ  હાલમાં જ જાહેરાત કરી કે વર્કિંગ ઓર્ડર 3 વર્ષ માટે છે જેને આગામી બે વર્ષ માટે લંબાવી શકાય છે. 

કંપનીના શેરમાં વધારો
મંગળવારના રોજ કંપનીના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. કારોબારી સત્ર દરમિયાન કંપનીના શેરમાં લગભગ 20 ટકાની તેજી જોવા મળી. કંપનીના શેર 1.40 વાગે લગભગ 19 ટકાની તેજી સાથે 1206.65 રૂપિયા પર કારોબાર થઈ રહ્યા હતા. જ્યારે કંપનીના શેર 1217 રૂપિયા સાથે રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂક્યા છે. છેલ્લા 3 કારોબારી સત્રોમાં કંપનીના શેરોમાં 47 ટકાની તેજી જોવા મળી ચૂકી છે. કંપનીના સ્ટોકમાં 6 મહિનાથી પણ ઓછા સમયમાં 100 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. 

અમદાવાદ બેસ્ડ કંપની
પ્રવેગ કંપનીએ પોતાના રોકાણકારોને બે દિવસમાં ખુબ માલામાલ કરી દીધા છે. ભારત-માલદીવ વચ્ચે રાજકીય વિવાદનો ફાયદો પ્રવેગને મળી રહ્યો છે. ચલો લક્ષદ્વીપ જેવી મુહિમને લોકોનો ભરપૂર લાભ મળ્યો છે. પ્રવેગ એક લક્ઝરી રિસોર્ટ કંપની છે અને તે અમદાવાદ બેસ્ડ સ્મોલકેપ ફર્મ છે. આ કંપની લક્ષદ્વીપમાં ટેન્ટ સિટી બનાવી રહી છે અને લક્ષદ્વીપમાં કારોબાર કરનારી કેટલીક ગણતરીની કંપનીઓમાં સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news