Validity Rules: પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય સુધી વેલિડ રહેશે? જો સમય ચૂક્યા તો થશે દંડ

મહત્વની વાત એ છે કે, પ્લેટફોર્મ ટિકિટ ઉપલબ્ધ સ્થાન પ્રમાણે જ આપવામાં આવે છે. એનો સીધો મતલબ એવો છે કે, પ્લેટફોર્મ પર જેટલા માણસોની ક્ષમતા છે. તેનાથી વધુ પ્લેટફોર્મ ટિકિટ આપવામાં નથી આવતી.

Validity Rules: પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય સુધી વેલિડ રહેશે? જો સમય ચૂક્યા તો થશે દંડ

Platform Ticket Booking: ભારતીય રેલવેના નિયમોનુસાર માત્ર મુસાફર જ રેલવે પ્લેટફોર્મ પર જઇ શકે છે. જો કે, તેની સાથે રહેલા અન્ય વ્યક્તિને પ્લેટફોર્મ પર જવું હોય તો તેના માટે પ્લેટફોર્મ ટિકિટ ફરજિયાત હોય છે. જો આ વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટ વિના પકડાઇ તો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ મોટા ભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે પ્લેટફોર્મ ટિકિટની વેલેડિટી હોય છે. જો એ વેલેડિટી પૂરી થયા બાદ તમે એ જ ટિકિટ સાથે પ્લેટફોર્મ પર પકડાયા તો ગયા સમજો. પ્લેટફોર્મ ટિકિટ લીધા પછી કેટલો સમય સુધી તમે પ્લેટફોર્મ પર રહી શકો છો.

તો તમને જણાવી દઇએ કે, એકવખત પ્લેટફોર્મ ટિકિટ લીધા બાદ તમે 2 કલાક સુધી તે વેલિડ રહેશે. મતલબ કે 2 કલાક સુધી તમે પ્લેટફોર્મ અવર-જવર કરી શકો છો. ત્યારબાદ જો તમે પ્લેટફોર્મ પકડાયા તો 250 રૂપિયાનો દંડ થશે. રેલવે ચેકિંગ સ્ટાફ તમારી પાસેથી આ દંડ વસૂલી કરશે. આ દંડ તો માત્ર સામાન્ય છે. પરંતુ કોઇ વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટ અથવા તો યાત્રા ટિકિટ વિના જે પ્લેટફોર્મ પર પકડાય તો તે પ્લેટફોર્મ પરથી નીકળી ગયેલી ટ્રેન અથવા તો આવેલી ટ્રેનના ટોટલ ભાડાથી 2 ગણો દંડ રેલવે વિભાગ વસૂલી શકે છે. 

મહત્વની વાત એ છે કે, પ્લેટફોર્મ ટિકિટ ઉપલબ્ધ સ્થાન પ્રમાણે જ આપવામાં આવે છે. એનો સીધો મતલબ એવો છે કે, પ્લેટફોર્મ પર જેટલા માણસોની ક્ષમતા છે. તેનાથી વધુ પ્લેટફોર્મ ટિકિટ આપવામાં નથી આવતી. જો પહેલાથી જ ક્ષમતા અનુસાર પ્લેટફોર્મ ટિકિટ અપાઇ ગઇ હશે તો ત્યારબાદ ટિકિટ લેવા માટે જનારા લોકોને પ્લેટફોર્મ ટિકિટ આપવામાં નહીં આવે.

કેટલાક લોકો પ્લેટફોર્મ પર જવા માટે નિઃશુલ્ક પાસ પણ કઢાવી શકે છે. પરંતુ આ સુવિધા કેટલાક સરકારી અધિકારીઓ માટે સિમિત છે. જેમ કે, ટપાલ વિભાગ, સેના અથવા તો પોલીસ અધિકારી જેવા ચોક્કસ ડિપાર્ટમેન્ટને નિઃશુલ્ક પાસની સુવિધા આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news