સરકારના તમામ દાવા નિષ્ફળ, સ્વિસ બેંકમાં ભારતીયોના કાળા નાણામાં જંગી વધારો

કાળા નાણા અંગે સરકારના તમામ દાવાઓ ફેલ જતા જોવા મળી રહ્યાં છે. સ્વિસ બેંકમાં જમા ભારતીયોનું કાળુ નાણું ચાર વર્ષમાં પહેલીવાર વધીને ગત વર્ષે એક અબજ સ્વિસ ફ્રેંક (7000 કરોડ રૂપિયા)ની સપાટીએ પહોંચ્યું. જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 50 ટકાનો વધારો ગણાવે છે.

સરકારના તમામ દાવા નિષ્ફળ, સ્વિસ બેંકમાં ભારતીયોના કાળા નાણામાં જંગી વધારો

ઝ્યુરિચ: કાળા નાણા અંગે સરકારના તમામ દાવાઓ ફેલ જતા જોવા મળી રહ્યાં છે. સ્વિસ બેંકમાં જમા ભારતીયોનું કાળુ નાણું ચાર વર્ષમાં પહેલીવાર વધીને ગત વર્ષે એક અબજ સ્વિસ ફ્રેંક (7000 કરોડ રૂપિયા)ની સપાટીએ પહોંચ્યું. જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 50 ટકાનો વધારો ગણાવે છે. સ્વિટ્ઝરલેન્ડના કેન્દ્રીય બેંકના તાજા આંકડામાં આ વાત સામે આવી છે. જે મુજબ ભારતીયો દ્વારા સ્વિસ બેંક ખાતાઓમાં જમા કરાયેલું ધન 2017માં 50ટકાથી વધુ વધીને 7000 કરોડ રૂપિયા (1.01 અબજ ફ્રેંક) થઈ ગયું. આ અગાઉ 3 વર્ષ અહીંની બેંકોમાં ભારતીયોના જમા ધનમાં સતત ઘટાડો નોંધાયો હતો. પોતાની બેંકિંગ ગોપનીયતા માટે જાણીતા આ દેશમાં ભારતીયોના જમા ધનમાં આવા સમયે થયેલો આ વધારો ચોંકાવનારો છે. કારણ કે હાલ ભારત સરકારે વિદેશોમાં કાળુ નાણું રાખનારાઓ સામે અભિયાન છેડ્યું છે.

સ્વિસ નેશનલ બેંક (એસએનબી)ના વાર્ષિક આંકડાઓ મુજબ સ્વિસ બેંક ખાતાઓમાં જમા ભારતીય ધન 2016માં 45 ટકા ઘટીને 67.6 કરોડ ફ્રેંક (લગભગ 4500 કરોડ રૂપિયા) રહી ગયું હતું. આ રકમ 1987થી આ આંકડાના પ્રકાશનની શરૂઆત બાદ સૌથી ઓછી હતી. એસએનબીના આંકડા મુજબ ભારતીયો દ્વારા સ્વિસ બેંકના ખાતાઓમાં સીધી રીતે જમા કરાયેલું ધન 2017માં લગભગ 6891 કરોડ રૂપિયા (99.9 કરોડ ફ્રેંક) થઈ ગયું. જ્યારે પ્રતિનિધિઓ કે ધન પ્રબંધકો દ્વારા રાખવામાં આવેલુ ધન આ દરમિયાન 112 કરોડ રૂપિયા (1.62 કરોડ ફ્રેંક) રહ્યું.

તાજા આંકડા મુજબ સ્વિસ બેંક ખાતાઓમાં જમા ભારતીયોના ધનમાં ગ્રાહક દ્વારા જમા થયેલી રકમ તરીકે 3200 કરોડ રૂપિયા, અન્ય બેંકો દ્વારા 1050 કરોડ રૂપિયા સામેલ છે. આ બધી વસ્તુઓમાં ભારતીયોના ધનમાં વધારો થયો. સ્વિસ બેંક ખાતાઓમાં રખાયેલા ભારતીય ધનમાં 2011માં 12 ટકા, 2013માં 43 ટકા, 2017માં 50.2 ટકાનો વધારો નોંધાયો છે. આ અગાઉ 2004માં આ ધનમાં 56 ટકા વધારો નોંધાયો હતો.

એસએનબીના આ આંકડા એવા સમયે જાહેર થયા છે કે જ્યારે થોડા સમય પહેલા જ ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે સૂચનાઓના સ્વત: આદાન પ્રદાનની એક નવી વ્યવસ્થા લાગુ કરાઈ છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય કાળા નાણઆની સમસ્યાને પહોંચી વળવાનો છે. આ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડની બેંકોનો નફો 2017માં 25 ટકા વધીને 9.8 અબજ ફ્રેંક થઈ ગયો. જો કે આ દરમિયાન આ બેંકોના વિદેશી ગ્રાહકોની જમા રકમોમાં ઘટાડો નોંધાયો. આ અગાઉ 2016માં બેંકોનો નફો ઘટીને લગભગ અડધો 7.9 અબજ ફ્રેંક રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news