વિજય રૂપાણી ગયા ઇઝરાયલ અને બદલાઈ જશે ગુજરાતનો એક કાયદો

સીએમએ ગુજરાત સરકાર તરફથી મોટી જાહેરાત કરી છે

વિજય રૂપાણી ગયા ઇઝરાયલ અને બદલાઈ જશે ગુજરાતનો એક કાયદો

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં ઇઝરાયલના પ્રવાસ પર છે. ગુરુવારે તેમની મુલાકાત ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે થઈ હતી. આ મુલાકાત પછી તેમણે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપશે અને આ વિશે ટૂંક સમયમાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

— Vijay Rupani (@vijayrupanibjp) June 28, 2018

રથયાત્રા પહેલાં ઝડપાયો પિસ્તોલ અને રિવોલ્વરનો લાખોનો જથ્થો, પોલીસની ઉડી નિંદર

તેમણે કહ્યું છે કે, આ નિર્ણય દ્વારા યહૂદી સમાજ દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી માગ પૂરી કરી શકાશે. રૂપાણીએ 45 મિનિટની બેઠક દરમિયાન નેતન્યાહુને કહ્યું હતું કે, ગુજરાતી યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં યહૂદી સમાજના કેટલાક લોકો અમદાવાદમાં રહે છે અને તેમની સંખ્યા 200થી પણ ઓછી છે.

હાલમાં વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાયલના પ્રવાસ પર છે. વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. ઇઝરાયલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અદ્યતન ટેક્નોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીની આપ-લે કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news