IPO News: પૈસા ભેગા કરી લો! આવતા અઠવાડિયે આવી રહ્યાં છે 5 IPO, 10 શેરબજારમાં લિસ્ટ થશે

IPOs Next Week: ગયા અઠવાડિયે, 8 કંપનીઓ IPO લઈને બજારમાં આવી હતી, 5 કંપનીઓ 2જી સપ્ટેમ્બરથી શરૂ થતા પહેલા બિઝનેસ સપ્તાહમાં IPO લાવવા જઈ રહી છે.

IPO News: પૈસા ભેગા કરી લો! આવતા અઠવાડિયે આવી રહ્યાં છે 5 IPO, 10 શેરબજારમાં લિસ્ટ થશે

જો તમે IPO દ્વારા પૈસા કમાવવા માંગો છો તો તમારા માટે એક ઉત્તમ તક છે. 2 સપ્ટેમ્બરથી શરૂ થતા બિઝનેસ વીકમાં માત્ર 5 કંપનીઓના IPO જ નહીં પરંતુ 10 કંપનીઓના શેર માર્કેટમાં લિસ્ટ થઈ રહી છે. સપ્તાહ દરમિયાન મેઈનબોર્ડ પર માત્ર એક જ આઈપીઓ આવી રહ્યો છે જ્યારે એસએમઈ સેગમેન્ટમાં 4 કંપનીઓના આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે.

ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ લિમિટેડ
મેઇનબોર્ડ પર આ IPO સબસ્ક્રિપ્શન માટે 2-4 સપ્ટેમ્બરની વચ્ચે ઓપન થશે. પ્રિસિઝન કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO રૂ. 167.93 કરોડનો છે. IPO હેઠળ રૂ. 135.34 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 503 થી 529 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના શેરની ફાળવણી 5મી સપ્ટેમ્બરે થશે અને ત્યારબાદ તેનું લિસ્ટિંગ BSE અને NSE પર 9મી સપ્ટેમ્બરે થશે.

જેય્યમ ગ્લોબલ ફૂડ્સ
જેય્યમ ગ્લોબલ ફૂડ્સનો IPO 2જી સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે, જે 4 સપ્ટેમ્બરે બંધ થશે. રૂ. 81.94 કરોડના IPO હેઠળ રૂ. 73.74 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ ₹59થી ₹61 નક્કી કરવામાં આવી છે. તેના શેરની ફાળવણી 5 સપ્ટેમ્બરના રોજ આખરી થશે. તે 9મી સપ્ટેમ્બરે NSE SME પર લિસ્ટ થશે.

નમો વેસ્ટ મેનેજમેન્ટ
રોકાણકારો 4-6 સપ્ટેમ્બર વચ્ચે નમો ઈસ્ટ મેનેજમેન્ટના IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે. રૂ. 51.20 કરોડના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹80થી ₹85 નક્કી કરવામાં આવી હતી. તે 11 સપ્ટેમ્બરે NSE SME પર લિસ્ટ થશે.

મેચ કોન્ફ્રેસેઝ એન્ડ ઇવેન્ટ્સ
આ IPO 4થી 6 સપ્ટેમ્બરની વચ્ચે ખુલશે. આ IPO હેઠળ રૂ. 50.15 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. IPOની પ્રાઇસ બેન્ડ ₹214-₹225 છે. શેરની ફાળવણી 9 સપ્ટેમ્બરના રોજ  થશે. તે 11 સપ્ટેમ્બરે NSE SME પર લિસ્ટ થશે.

માય મૂંદડા ફિનકોર્પ
રોકાણકારો માય મૂંદડા ફિનકોર્પના IPOમાં 5 થી 9 સપ્ટેમ્બર વચ્ચે નાણાંનું રોકાણ કરી શકે છે. રૂ. 33.26 કરોડના IPO હેઠળ માત્ર નવા શેર જ જારી કરવામાં આવશે. આ માટે ₹104થી ₹110 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. શેરની ફાળવણી 10 સપ્ટેમ્બરના રોજ આખરી થશે. તે 12મી સપ્ટેમ્બરે NSE SME પર લિસ્ટ થશે.

(Disclaimer: IPO માં રોકાણ બજારના જોખમોને આધીન છે. જો તમે આમાંના કોઈપણમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલાં પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા કોઈપણ નફા કે નુકસાન માટે Zee 24 kalak જવાબદાર રહેશે નહીં. .)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news