ITR ભરતા લોકો અલર્ટ રહો, હવે વેરિફિકેશન માટે મળશે 120ની જગ્યાએ માત્ર 30 દિવસ

ઈન્કમ ટેક્સ રિટર્ન વેરિફિકેશન સાથે જોડાયેલ એક ફેરફાર થયો છે. જો કોઈ આઈટીઆર વેરિફિકેશન સમય પર કરી શકશે નહીં તો માની લેવામાં આવશે કે તેણે આઈટીઆર દાખલ કર્યુ નથી. 31 જુલાઈ પછી આઈટીઆર ફાઈલ કરનારા લોકોને લેટ ફાઈન કરવામાં આવી રહ્યો છે.

ITR ભરતા લોકો અલર્ટ રહો, હવે વેરિફિકેશન માટે મળશે 120ની જગ્યાએ માત્ર 30 દિવસ

નવી દિલ્લી: ઈન્કમટેક્સ ભરવાની ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છે. ઈન્કમ ટેક્સ ઈન્ડિયા અનુસાર 31 જુલાઈના રાતના 11 કલાક સુધી કુલ 5.78 કરોડ ટેક્સપેયર્સે પોતાનું આઈટીઆર ભરી દીધું છે. પરંતુ આઈટીઆર ફાઈલ કરવાથી કામ પૂરું થઈ જતું નથી. તેના પછી ટેક્સપેયર્સે પોતાના આઈટીઆરનું વેરિફિકેશન પણ કરવું પડે છે. ઈન્કમ ટેક્સ રિટર્ન વેરિફિકેશન સાથે જોડાયેલ એક ફેરફાર થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે આઈટીઆર વેરિફિકેશન સાથે જોડાયેલી સમયસીમાને ઓછી કરી નાંખી છે.

30 દિવસની અંદર કરો આ કામ:
સીબીડીટીના જણાવ્યાનુસાર આઈટીઆર વેરિફિકેશન કરાવવા માટે હવે 120 દિવસની જગ્યાએ 30 દિવસ જ મળશે. સીબીડીટીએ પોતાના એક નોટિફિકેશનમાં આ વાતની જાણકારી આપી છે. આઈટીઆર ફાઈલ કર્યા પછી તેનું વેરિફિકેશન જરૂરી છે. તેના વિના પ્રક્રિયા પૂરી થતી નથી. સીબીડીટીના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છેકે આઈટીઆર ભરવાના 30  દિવસ તેને વેરિફાય કરવાનું રહેશે. જો આ સમયગાળા પછી કોઈ વેરિફિકેશન કરે છે તો તે માન્ય નહીં હોય. આવી સ્થિતિમાં ટેક્સપેયર્સનું નામ આઈટીઆર ફાઈલ ન કરનારા લોકોની યાદીમાં સામેલ થઈ જશે.

કોના પર લાગુ થશે આ નિયમ:
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો આઈટીઆર ડેટાને ઈલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સફર કર્યાના 30 દિવસની અંદર આઈટીઆરનું વેરિફિકેશન સબમિટ કરવામાં આવે છે. આ સ્થિતિમાં જ ડેટા ટ્રાન્સફરની તારીખને રિટર્ન કરવાની તારીખ માનવામાં આવશે. તેને લઈને વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે આ નોટિફિકેશનના આવતાં પહેલાં જે લોકોએ રિટર્ન ફાઈલ કરી દીધું હતું. તેના માટે 120 દિવસનો સમય લાગુ પડશે. પરંતુ જેણે 29 જુલાઈ પછી આઈટીઆર દાખલ કર્યું છે તેના પર આ નિયમ લાગુ નહીં થાય.

આવી રીતે કરો ઈ-વેરિફિકેશન:
29 જુલાઈએ જ સીબીડીટીએ આ નોટિફિકેશન જાહેર કર્યુ હતું. સીબીડીટીનો આ નિયમ ઈ-વેરિફિકેશન કરાવનારા માટે જ છે. જો કોઈ આઈટીઆર વેરિફિકેશન સમય પર કરતો નથી તો માની લેવામાં આવશે કે તેણે આઈટીઆર દાખલ કર્યુ નથી. તેના પછી ટેક્સપેયર્સને ફરીથી પોતાના ડેટાને સબમિટ કરવાનો રહેશે અને 30 દિવસની અંદર વેરિફાઈ કરવાનું રહેશે. નેટ બેકિંગ, આધાર ઓટીપી, બેંક એકાઉન્ટ, એટીએમથી આઈટીઆર ફાઈલ થઈ શકે છે. 31 જુલાઈ પછી આઈટીઆર ફાઈલ કરનારા લોકોએ લેટ ફાઈન ભરવો પડશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news