આ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, સેવિંગ અને સેલરી એકાઉન્ટના બદલાયા નિયમો
બેંકે પોતાના સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ્સ સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. અનેક સેવાઓના ચાર્જિસ રિવાઈઝ કર્યા છે. આ ચાર્જિસ સેવિંગ એકાન્ટમાં મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલર લિમિટ, અને ચેકબૂક લિમિટના ચાર્જિસને અપડેટ કર્યા છે. જાણો વિગતવાર માહિતી....
Trending Photos
કોટક મહિન્દ્રા બેંકે પોતાના સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ્સ સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. અનેક સેવાઓના ચાર્જિસ રિવાઈઝ કર્યા છે. આ ચાર્જિસ સેવિંગ એકાન્ટમાં મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલર લિમિટ, અને ચેકબૂક લિમિટના ચાર્જિસને અપડેટ કર્યા છે. આ રિવિઝન બેંક જનરલ શિડ્યૂલ અને ચાર્જિસના સામાન્ય લિસ્ટનો ભાગ છે. આ તમામ રિવાઈઝ્ડ ચાર્જિસની જાણકારી કોટક મહિન્દ્રા બેંકે પોતાની વેબસાઈટ પર આપી છે. જાણો કયા કયા ચાર્જિસ રિવાઈઝ થયા...
મીનિમમ એવરેજ બેલેન્સના બદલાયા નિયમો
Everyday Savings Account
- મેટ્રો અને શહેરી- 20000 રૂપિયાથી ઘટાડીને 15000 રૂપિયા
- સેમી અર્બન- 10000 રૂપિયાથી ઘટાડીને 5000 રૂપિયા
- ગ્રામીણ- 5000 રૂપિયાથી ઘટાડીને 2500 રૂપિયા
સંકલ્પ સેવિંગ એકાઉન્ટ
- સેમી અર્બન અને ગ્રામીણ- 2500 રૂપિયા હોય છે.
ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ
દૈનિક સેવિંગ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ, પ્રો સેવિંગ, ક્લાસિક સેવિંગ એકાઉન્ટ
- હવે તેમાં 10 ટ્રાન્ઝેક્શન કે 5 લાખથી ઘટાડીને દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કે 2 લાખ રૂપિયા સુધી સિમિત કરવામાં આવી છે.
પ્રિવી નિયોન/ મેક્સિમા પ્રોગ્રામ- હવે 7 ફ્રી ટ્રાન્ઝેક્શન કે 5 લાખ રૂપિયા સુધી સિમિત.
સોલો સેવિંગ એકાઉન્ટ- 2 ટ્રાન્ઝેક્શન કે 1 લાખ રૂપિયાથી ઘટાડીને 1 ફ્રી ટ્રાન્ઝેક્શન કે 10000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.
એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ
રોજબરોજની બચત, ક્લાસિક બચત, પ્રો બચત, એસ બચત અને પ્રિવી પ્રોગ્રામ
કોટક એટીએમ- પ્રતિ માસ 7 ફ્રી ટ્રાન્ઝેક્શન
અન્ય બેંક એટીએમ- પ્રતિ માસ 7 ફ્રી ટ્રાન્ઝેક્શન
કોટક અને અન્ય બેંક એટીએમ માટે જોઈન્ટ રીતે દર મહિને મહત્તમ 30 ફ્રી ટ્રાન્ઝેક્શન
દૈનિક પગાર અને એજ સેલરી એકાઉન્ટ
- કોટક એટીએમ- પ્રતિ માસ 10 ફ્રી ટ્રાન્ઝેક્શન
- અન્ય બેંક એટીએમ- કોઈ ફેરફાર નથી, અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન
ટ્રાન્ઝેક્શન ફેલર ફીસ
- તમામ સેવિંગ અને વેતન યોજનાઓ માટે પ્રતિ ઉદાહરણ 200 રૂપિયાની એક નવો ચાર્જ શરૂ કરાયો છે.
ચેકબૂક લિમિટ
સિંગલ સેવિંગ્સ એકાઉન્ટ- વાર્ષિક 25 ફ્રી ચેકબૂક પેજોની સંખ્યા વાર્ષિક ઘટાડીને 5 કરી નાખવામાં આવી છે.
ટ્રાન્ઝેક્શન ચાર્જ
ફંડ ટ્રાન્સફર (આઈએમપીએસ/એનઈએફટી/ આરટીજીએસ) પ્રતિ માસ 5 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ લાગશે.
ટ્રાન્ઝેક્શન ફેલ ચાર્જ
ડેબિટ કાર્ડ/એટીએમ ઉપયોગ ચાર્જ- બેલન્સ ઓછું થવાથી ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયાથી વધારીને 25 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો.
ઈસીએસ/ચેક ઈશ્યું અને પછી રિટર્ન
ફી 150થી વધારીને 250 રૂપિયા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે