Gold Rate: ગઈ તક હાથમાંથી! ધડામ થયા બાદ અચાનક કેમ સોનામાં આવ્યો મોટો ઉછાળો? જાણો 24 કેરેટ સોનાનો ભાવ

વાયદા બજારમાં છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીમાં 1713 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ સોનું જોરદાર તૂટ્યું હતું. પરંતુ ત્યારબાદ સોનું હવે ધીરે ધીરે ઉથલપાથલ વચ્ચે વધી રહ્યું છે. 

Gold Rate: ગઈ તક હાથમાંથી! ધડામ થયા બાદ અચાનક કેમ સોનામાં આવ્યો મોટો ઉછાળો? જાણો 24 કેરેટ સોનાનો ભાવ

રક્ષાબંધનની બરાબર પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જો કે ત્યારબાદ શરાફા બજારમાં ક્લોઝિંગ રેટમાં પાછું સોનું ઉછળીને બંધ થયેલું જોવા મળ્યું. જો કે ચાંદીનો ચળકાટ ઘટ્યો. બીજી બાજુ વાયદા બજારમાં છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીમાં 1713 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ સોનું જોરદાર તૂટ્યું હતું. પરંતુ ત્યારબાદ સોનું હવે ધીરે ધીરે ઉથલપાથલ વચ્ચે વધી રહ્યું છે. 

MCX પર સોના ચાંદી અઠવાડિયામાં 2173 ઉછળ્યા
વાયદા બજારની વાત કરીએ તો MCX પર ગોલ્ડ આ અઠવાડિયે 71395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જે 204 રૂપિયાના ઉછાળા સાથે 70,340 ના લેવલ પર ઓપનિંગ રેટમાં જોવા મળ્યું હતું. શુદ્ધ સોનું ગત અઠવાડિયે 69,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આમ જોઈએ તો આ અઠવાડિયે વાયદા બજારમાં સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. ચાંદીની વાત કરીએ તો ચાંદી 83,256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. જે કાલે ઓપનિંગ રેટમાં 1,842 રૂપિયા વધીને 81,903 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો. ચાંદી ગત અઠવાડિયે 80,543 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી ત્યારે આવામાં ચાંદીમાં આ અઠવાડિયે 2,713 રૂપિયાની મજબૂતી જોવા મળી છે. 

શરાફા બજારમાં ક્લોઝિંગ રેટમાં ઉછાળો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે ઓપનિંગ રેટમાં 403 રૂપિયાના કડાકા સાથે 70,390 રૂપિયાના સ્તરે ખુલ્યું. પરંતુ ત્યારબાદ ક્લોઝિંગ રેટમાં 214 રૂપિયાના વધારા સાથે ઉછળીને 70604 રૂપિયાના સ્તરે બંધ થયું. જ્યારે ચાંદીમાં ઊંઘુ જોવા મળ્યું સવારે ઓપનિંગ રેટમાં ચાંદી 734 રૂપિયા ઉછળીને 81,655 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી. જ્યારે ક્લોઝિંગ રેટમાં ચાંદી 145 રૂપિયા તૂટીને 81,510 રૂપિયાના સ્તરે જોવા મળી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડનો ભાવ 25058 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો જ્યારે ચાંદીનો ભાવ 29 ડોલર પ્રતિ ઔંસ છે. શુક્રવારે સ્પોટ ગોલ્ડમાં 50 ડોલરની મજબૂતી જોવા મળી. જ્યારે કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો તે 2546 ડોલર પ્રતિ ઔંસ અને કોમેક્સ પર સિલ્વરનો ભાવ 29 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. 

રેટ કાપની આશાએ વધ્યો ભાવ
HDFC Securities ના કોમોડિટી એન્ડ કરન્સી પ્રમુખ અનુજ ગુપ્તાએ કહ્યું કે માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં ફેડ રિઝર્વ 25-50 bps રેટ કટ કરી શકે છે. જેના કારણે સોનું અને ચાંદી ડિમાન્ડમાં છે અને તેનો ભાવ નવો ઓલ ટાઈમ  હાઈ પર પહોંચી ગયો છે. જિયો પોલિટિકલ ટેન્શન પણ વધી રહ્યું છે. જેના લીધે રોકાણકારો તેની તરફ આકર્ષાઈ રહ્યા છે. ડોલર ઈન્ડેક્સ છ મહિનાના ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો છે. આગામી અઠવાડિયાની વાત કરીએ તો MCX પર સોના માટે 71000/70500ની રેન્જમાં સપોર્ટ છે. જ્યારે 72000/72800 રૂપિયાની રેન્જમાં અવરોધ રહેશે. ચાંદીની વાત કરીએ તો 81500/80000 રૂપિયાની રેન્જમાં તેના માટે સપોર્ટ છે અને 85000/87000 રૂપિયાની રેન્જમાં અવરોધ રહેશે. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news