ટ્રેનમાં લાગશે પ્લેન જેવા ટોઇલેટ, થશે 'આ' ફાયદો
ભારતીય રેલવેની તમામ રેલગાડીઓમાં બાયો ટોઇલેટ લગાવ્યા પછી હવે એની જગ્યાએ 'ઉન્નત' વેક્યુમ બાયો ટોઇલેટ લગાવવાની વિચારણા ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હી : ભારતીય રેલવેની તમામ રેલગાડીઓમાં બાયો ટોઇલેટ લગાવ્યા પછી હવે એની જગ્યાએ 'ઉન્નત' વેક્યુમ બાયો ટોઇલેટ લગાવવાની વિચારણા ચાલી રહી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે વિમાન કંપનીઓ સાથે સુવિધાઓ આપવાની બરોબરી કરવાના પ્રયાસ તરીકે રેલવે પોતાની સુવિધામાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે રેલવે હવે બાયો ટોઇલેટની જગ્યાએ આધુનિક ટોઇલેટ લગાવવા માગે છે.
પિયુષ ગોયલે જણાવ્યું છે કે ''અમે પ્લેનની જેમ ટ્રેનમાં પણ પ્રાયોગિક ધોરણે વેક્યુમ બાયો ટોઇલેટ લગાવી રહ્યા છીએ અને લગભગ 500 વેક્યુમ બાયો ટોઇલેટ લગાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જો આ પ્રયોગ સફળ સાબિત થશે તો રેલગાડીઓમાં લાગેલા 2.5 લાખ બાયો ટોઇલેટ બદલીને વેક્યુમ બાયો ટોઇલેટ લગાવવા માટે ખર્ચો કરવાની તૈયારી છે.''
રેલવે મંત્રાલયના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે 31 મે સુધી 37,411 ડબ્બાઓમાં 1,36,965 બાયો ટોઇલેટ લગાવવામાં આવ્યા છે. દરેક ટોઇલેટ પર લગભગ એક લાખ રૂ.નો ખર્ચ થયો છે. આ નવા પ્રકારના ટોઇલેટનો મોટો ફાયદો એ થશે કે આ વેક્યુમ ટોઇલેટ દુર્ગધરહિત હશે. આમાં પ્રવર્તમાન ટોઇલેટમાં પાણીનો વપરાશ પાંચ ટકા ઓછો થશે અને એના કારણે ગંદકી નહીં ફેલાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે